પેન્શનર માટે ઈન્ટીગ્રેટેડ પોર્ટલ શરૂ: હવે ઝડપથી થશે પેન્શનને લગતા કામકાજ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06052024_101842_Pension-22.webp)
- 06 May, 2024
કેન્દ્ર સરકારે હાલમાં જ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી પેન્શનરો માટે એક ઈન્ટીગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે. બેંક ઓફ ઈન્ડિયા રજિસ્ટર્ડ પોર્ટલ પાંચ બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને એક જ વિન્ડોમાં જોડવામાં આવી છે. આ પોર્ટલ પર પેન્શનરો લાઈફ સર્ટિફિકેટ (Life Certificate)નું સ્ટેટસ, માસિક પગાર સ્લિપ ચેક અને ફોર્મ 16 સબમિટ કરી શકે છે.
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેન્શન સેવાને ડિજિટલ કરવા અને પેન્શનરોના કલ્યાણને વધારવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પગલું પાંચ બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને તેમની સેવાઓ માટે એક જ વિન્ડોમાં સુવિધા મળી રહેશે. જેના હેઠળ તમે વિવિધ સુવિધાઓનો લાભ મેળવી શકશો.
આ પોર્ટલ પર એસબીઆઈ (SBI),બેંક ઓફ બરોડા (BOB), પંજાબ નેશનલ બેંક (PNB) અને કેનેરા બેંકના પોર્ટલને પણ ભવિષ્ય પોર્ટલ સાથે જોડવામાં આવ્યા છે. આ પોર્ટલની સાથે પેન્શનર્સ સર્વિસ માટે સિંગલ સ્ટોપ સુધી પહોચી શકે છે, જ્યાં તેઓ તેમની પેન્શન સ્લિપ, લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની સ્થિતિ, ચુકવણી વિગતો, ફોર્મ-16 વગેરે વિગતો તપાસી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ