:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, સુરતમાં હાઇ-ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને તેની પત્નીએ બેંક ઓફ બરોડાને 100 કરોડનો ચૂનો ચોપડ્યો

top-news
  • 25 Oct, 2023

દેશમાં બેંક લોનને લઈને ફ્રોડની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરતમાં એક દંપતીએ બેંક ઓફ બરોડાને 100 કરોડનો ચૂનો લગાવ્યો છે. સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટરે બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તે ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ કેટલાક રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા હોવાની માહિતી મળી છે. જેની હાલ મલ્ટીપલ ફરિયાદ થયેલી છે. હાલ સમગ્ર મામલે ગાંધીનગર CBIએ તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તે ઉપરાંત શહેરના અન્ય મોટા બિઝનેસમેન સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે. વિદેશ જતાં પહેલાં કંપનીના કર્મચારીને ડિરેક્ટર બનાવીને સતીષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, જેથી તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. જે લોકો સાથે ઠગાઈ થઈ છે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે અમારી પાસે વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેમણે ગાંધીનગર CBIમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યાર પછી આ ફરિયાદને વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી હતી. જેની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક કંપનીના માલિકે આ મુદ્દે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી પત્ર લખીને જાણ કરી છે.

છેતરપિંડી કરનારા પણ મલ્ટીપલ ફરિયાદ થઈ ચૂકી છે. જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુદ્ધ FIR દાખલ થઈ છે. તે ઉપરાંત ઓક્ટોબર 2017માં સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલા છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. આવી ફ્રોડ વ્યક્તિઓને વિદેશથી ઝડપીને અહીં લાવીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ એવું શહેરના મોટા બિઝનેસમેન મીડિયાને જણાવી રહ્યાં છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎