:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ: અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું મતદાન

top-news
  • 07 May, 2024

ગુજરાત સહિત દેશની 94 બેઠકો માટે 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધયા અને મહારાષ્ટ્રમાં મહત્વની ગણાતી બારામતી બેઠક માટે સુપ્રિયા સુલેનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. અમદાવાદની શીલજમાં આવેલી એક સ્કુલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું.

બે તબક્કાના મતદાનમાં શરૂઆતમાં 60 ટકાનો આંકડો જાહેર થયો હતો. જોકે 11 દિવસ પછી ચૂંટણી પંચે 66 ટકા મતદાન થયાનું જાહેર કર્યું હતું. ગઈ વખતની તુલનામાં ઓછું મતદાન હોવાથી ત્રીજા તબક્કા સહિત બાકીના તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને એનજીઓ દ્વારા થયા છે.

ગુજરાતમા 2019માં અંદાજે 70 ટકા મતદાન થયું હતું અને અને તમામ 26 બેઠકો ભાજપે હસ્તગત કરી હતી. ભાજપના ઉમેદવારોમાં સી આર પાટીલ અને અમિત શાહ નવસારી અને ગાંધીનગર બેઠક પરથી સૌથી વધુ મતોની સરસાઈથી જીત્યા હતા. આ વખતે ભાજપે સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવાનું અને તમામ બેઠકો પાંચ લાખની સરસાઈથી જીતવાની જાહેરાત કરી છે. પરંતુ રૂપાલા ઈફેક્ટ અને ક્ષત્રિય સમાજની નારાજગી તથા એકદરે ઓછા મતદાનથી પાંચ લાખની લીડ મળશે કે કેમ તેવી અટકળો ચાલી રહી છે. 

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ અને આપ પાર્ટી સાથે મળીને લડી રહી છે. ભરૂચ અને ભાવનગરની બેઠક આપ પાર્ટીને આપવામાં આવી છે. બાકીની 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો હતા પરંતુ તેમાંથી સુરતમાં ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમદવારી પત્ર રદ થતા અને બાકીના ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચતા  આ બેઠક ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ જીતી લીધી છે. તેથી 7મીએ ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન હાથ ધરાશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎