ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર મતદાન કર્યું: નારાયણપુરામાં મતદાન કર્યું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_040255_Amit Shah new.webp)
- 07 May, 2024
ગુજરાતમાં 26માંથી 25 બેઠકો માટે આજે સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 26 બેઠકોમાં વીવીઆઈપી ગણાતી ગાંધીનગર બેઠકના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહે શહેરના નારાયણપુરાના મતદાન મથક નં-39-43 ખાતે જઈને સપરિવાર મતદાન કર્યું હતું. મતદાન પહેલા અમિત શાહે કામેશ્વર મહાદેવના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા.
#WATCH | Union Home Minister Amit Shah, his family members show their inked fingers after casting their votes at a polling booth in Ahmedabad, Gujarat
— ANI (@ANI) May 7, 2024
#LokSabhaElection2024 pic.twitter.com/YbXBtgCCNM
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે.
રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
અમિત શાહે જ્યાં મતદાન કર્યું તે મતદાન મથક હેરિટેજ થીમ પર નવતર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ