ગુજરાતમાં વિવિધ જગ્યાએ EVM ખોટકાયા: મતદારો પરેશાન...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_053444_Election 225.webp)
- 07 May, 2024
ગુજરાતમાં અત્યાર સુધીમાં લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર અને નવસારીમાં EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ લીંબડી પ્રાથમિક શાળા નંબર-4માં ઇવીએમ મશીન ખોટવાયુ છે. ઘટનાને લઈ પ્રાન્ત અધિકારી તાત્કાલિક મતદાન મથકે પહોંચ્યા છે. બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં 3 બુથ પર EVMમાં ખરાબી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ EVM બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે. વાઘોડિયાના ભાડોલ, ગંગાનગર, રાજપુરા બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના કાલુપુરની શાળા નંબર 22માં EVM બગડ્યું છે. આ તરફ EVM બંધ થતાં મતદાનમાં વિલંબ થયો હતો. આજે સવારે 7:40 વાગ્યે મતદાન શરૂ થતાં મતદાતા પરેશાન બન્યા હતા. આ તરફ ભાવનગર શહેરમાં 2 EVM ખોટકાયા છે. મિલિટરી સોસાયટીની શાળામાં 2 EVM ખોટકાયા હતા. સરકારી શાળામાં બુથ નંબર 225 પર EVM બંધ થતાં અડધા કલાકથી મતદાન રોકાતાં મતદારો અટવાયા છે. નવસારીની ટાટા બોયઝ સ્કૂલમાં EVM મશીન ચાલું થયું ન હતું. બૂથ નંબર-9નું EVM શરૂ ન થતાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. મતદાન 30 મિનિટ મોડું શરૂ થતાં મતદારો પરેશાન બન્યા હતા
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે. રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ