ત્રીજા તબક્કો : જાણો ક્ષત્રિયના વર્ચસ્વવાળી સીટો પર કેટલું થયું મતદાન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_070501_Gujarat 22.webp)
- 07 May, 2024
ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો ખુબ ચર્ચામાં છે. ત્યારે ચાલો જાણીએ ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી સીટો પર 9 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું તે અંગે વિગતે.
કેટલું મતદાન
ખેડા 10.20 ટકા
આણંદ 10.35 ટકા
રાજકોટ 9.77 ટકા
જામનગર 8.55 ટકા
અમદાવાદ પશ્ચિમ 7.23 ટકા
કચ્છ 8.79 ટકા
ભાવનગર 9.20 ટકા
સુરેન્દ્રનગર 9.43 ટકા
જૂનાગઢ 9.05 ટકા
બનાસકાંઠા 11.43 ટકા
સાબરકાંઠા 12.28 ટકા
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે. રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ