:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મત કૂટિરમાંથી "ર" ગાયબ..: શરતચૂકથી ભૂલ થુઇ હોવાનું અનુમાન,,,

top-news
  • 07 May, 2024

દુનિયાની કોઇપણ ભાષામાં અક્ષરોનું મહત્વ કરતાં અનિવાર્યતા કહી શકાય. અક્ષરોથી શબ્દ બને અને શબ્દોથી વાક્ય. અને એ રીતે આગળ વધતાં વધતા કોઇ નવલિકા કે નવલકથા પણ બને. અક્ષરોના સમૂહ શબ્દમાથી કોઇ અક્ષર રહી જાય તો...? 

એવુ જ કંઇક આજે લોકસભાની ચૂંટણીમાં મતદાન વખતે ઘણાના ધ્યાન પર આવ્યું. વાસ્તવામં દરેક મતદાન મથકોમા મતદાર જ્યાં ઇવીએમમાં બટન દબાવીને મત આપે છે તે ચારે બાજુથી ઢાંકવા માટે આવરણ રૂપે  કાગળથી કે ફાઇબરનું એક ખોખા જેવું બનાવ્યું છે. અને તેને મત કૂટિર તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ આજે મતદાન વખતે ઘણાં મતદારોએ આ મત કૂટિર પર લખેલા લખાણ પર નજર નાંખી તો  મત કૂટિરને બદલે "મત કૂટિ" એટલુ જ લખેલું હતું. મતકૂટિરમાંથી  "ર" અક્ષર ગાયબ હતો...! .અલબત કોઇએ ભૂસી નાંખ્યું હોય કે કાઢી નાંખ્યું હોય એવુ જોવા મળ્યું નથી. પણ દરેક આવા ખોખા ઉપર મત કૂટિ જ લખેલુ હતું. જે એક રીતે શાબ્દિક ભૂલ છે....અને ચૂંટણી પંચના સત્તાવાળાઓએ આવા  હજારો  ખોખા  છપાવ્યા તે વખતે જ આ ભૂલ થઇ હોવાનું મનાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎