કોંગ્રેસ નેતા શક્તિસિંહનો આરોપ: મતદાનકર્મીઓ માટે કહ્યાં આવા શબ્દો..
- 07 May, 2024
સુવિધા કેન્દ્રના મતદાન મથક ઉપર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કરવા સમયે ભાજપના પક્ષની સિમ્બોલ વાળી કેસરી પેન લઈને બેઠેલા સરકારી કર્મચારીઓ સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં ગુજરાતના જે જે બુથ્થોની અંદર આવી ભાજપના સિમ્બોલ સાથેની પેન કે અન્ય સાહિત્ય સાથે બેઠેલા સરકારી કર્મચારીઓ સામે ચૂંટણી તંત્ર પોલીસ કેસ કરે તેવી માગણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન સમયે મતદાન મથકની અંદર કેસરી ખેસ પહેર્યો હોવાનો આક્ષેપ શક્તિસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓએ પણ રાષ્ટ્ર ધ્વજ જેવો ખેસ પહેરી મતદાન કર્યું હતું.
આ સિવાય તેમણે ગાંધીનગર જિલ્લાના વાસણીયા ગામની અંદર પણ કોંગ્રેસ તરફી મતદાન થતું હતું, જેના કારણે ભાજપના મહિલા ધારાસભ્યના પતિએ આ મતદાન રોક્યું હોવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલ દ્વારા લગાવવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે વાસણીયા ગામમાં જે ઘટના બની છે, તે બાબતે ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને બંધ થયેલું મતદાન પુનઃ શરૂ કરાવવામાં આવે.
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે. રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 4.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ