લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_092000_Election 52.webp)
- 07 May, 2024
દેશમાં આજે ગુજરાત સહિત 11 રાજ્યોમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 37.83 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું.
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે.
રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ