મિમ્સ શેર થવાનો મામલો: PM મોદીએ હળવાશથી લીધી વાત, મમતાએ દાખવી ગંભીરતા....
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_104601_Mamta 123.webp)
- 07 May, 2024
ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠક પર આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના એનિમેટેડ મિસ્મ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં બંને નેતાઓ એક મંચ પર ભીડની સામે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ મામલે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે.
PM મોદીએ વીડિયો અંગે શું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ પોલીસની કાર્યવાહી અને મમતા બેનર્જી પર નિશાન સાધતા એનિમેટેડ વીડિયોના વખાણ કર્યા હતા. તેમણે 'X' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે તમારા બધાની જેમ ખુદને આ રીતે ડાન્સ કરતા જોઈને મને આનંદ થયો છે. ચૂંટણીની વ્યસ્તતાની વચ્ચે આવી રચનાત્મકતા જોઈને ખરેખર ખુશી થાય છે.
બીજી તરફ બંગાળ પોલીસે આ વીડિયોને લઈને એક્શનમાં આવી હતી. કોલકાતા પોલીસના ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર યુઝર્સને નોટિસ મોકલી છે. પોલીસે યુઝર્સને તેનું નામ અને સરનામું પૂછ્યું અને તેની પોસ્ટ ડિલીટ કરવા અંગેની સુચના આપી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ