ચૂંટણી 2024 : ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાતમાં 47 ટકા મતદાન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_122751_Matdan 22.webp)
- 07 May, 2024
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આસામમાં ત્રણ વાગ્યા સુધીમાં 63.08 ટકા મતદાન થયું છે. બિહાર, છત્તીસગઢ અને કર્ણાટકમાં અનુક્રમે 46.69 ટકા, 58.19 ટકા, 54.20 ટકા મતદાન થયું હતું. જ્યારે ગુજરાતમાં 47.03 ટકા મતદાન થયું છે.
વિવિધ રાજ્યોની 3 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી
આસામ 63.08%
બિહાર 46.69%
છત્તીસગઢ 58.19%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 52.43%
ગોવા 61.39%
ગુજરાત 47.03%
કર્ણાટક 54.20%
મધ્યપ્રદેશ 54.09%
મહારાષ્ટ્ર 42.63%
ઉત્તર પ્રદેશ 46.78%
પશ્ચિમ બંગાળ 63.11%
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે. રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 4.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ