:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ: ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન, આસામમાં સૌથી વધુ 74 ટકા મતદાન

top-news
  • 07 May, 2024

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણીપંચે બહાર પાડેલા મતદાનના નવા આંકડાઓ પર નજર કરીએ તો 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન અમેરેલીમાં 45.59 ટકા નોંધાયું હતું. તે પછી પોરબંદરમાં 46.51 ટકા, ભાવનગરમાં 48.59 ટકા, જામનગરમાં 52.36 ટકા, જૂનાગઢમાં 53.84 ટકા અને રાજકોટમાં 54.29 ટકા મતદાન થયું હતું. વિવિધ રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ મતદાન આસામમાં 74.86 ટકા  થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 53.40 ટકા થયું હતું.

5 વાગ્યા સુધીની ટકાવારી
અમદાવાદ પૂર્વમાં 49.95 ટકા, અમદાવાદ પશ્ચિમમાં 50.29 ટકા, અમરેલીમાં 45.59 ટકા, આણંદમાં 60.44 ટકા, બારડોલીમાં 61.01 ટકા, ભરૂચમાં 63.59 ટકા, બનાસકાંઠામાં 64.48 ટકા, ભાવનગરમાં 48.59 ટકા, છોટાઉદયપુરમાં 63.76 ટકા, દાહોદમાં 54.78 ટકા, ગાંધીનગરમાં 55.65 ટકા, જામનગરમાં 52.36 ટકા, જૂનાગઢમાં 53.84 ટકા, ખેડામાં 53.83 ટકા, કચ્છમાં 48.96 ટકા, મહેસાણામાં 55.23 ટકા, નવસારીમાં 55.31 ટકા મતદાન થયું હતું. બીજી તરફ પોરબંદરમાં 46.51 ટકા, પંચમહાલમાં 53.99 ટકા, પાટણમાં 54.58 ટકા, રાજકોટમાં 54.29 ટકા, સાબરકાંઠામાં 58.82 ટકા, સરેન્દ્રનગરમાં 49.19 ટકા, વડોદરામાં 57.11 ટકા, વલસાડમાં 68.12 ટકા મતદાન થયું હતું.

આસામમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન
સાંજનાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે. આસામમાં 74.86 ટકા, બિહારમાં 56.01 ટકા, છત્તીસગઢમાં 66.87 ટકા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં 65.23 ટકા, ગોવામાં 72.52 ટકા, ગુજરાતમાં 55.22 ટકા, કર્ણાટકમાં 66.05 ટકા, મધ્યપ્રદેશમાં 62.28 ટકા, મહારાષ્ટ્રમાં 53.40 ટકા, ઉત્તરપ્રદેશમાં 55.13 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.93 ટકા મતદાન થયું છે. 

ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થયું
ગુજરાતમાં આજે 25 બેઠકો માટે મતદાન થયું હતું. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત કુલ 266 ઉમેદવારો મેદાનમાં હતા. ગુજરાતની 25 બેઠકોમાાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે. ચૂંટણીમાં આ વખતે 4.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદાન મથકો ખાતે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎