NRIએ ભારતમાં સૌથી વધુ પૈસા મોકલ્યા: આંકડો જાણીને ચોંકી જશો...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_060410_NRI.webp)
- 08 May, 2024
યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ જણાવ્યું છે કે NRI દ્વારા પોતાના દેશમાં પૈસા મોકલવામાં ભારતે 100 બિલિયન યુએસ ડોલરના આંકડાને વટાવ્યો છે. વિદેશમાં રહેતા ભારતીયોએ પોતાના દેશમાં વિશ્વમાં સૌથી વધુ પૈસા મોકલ્યા છે. વર્ષ 2022માં વિદેશમાં રહેતા ભારતીયોએ 111 બિલિયન યુએસ ડોલર ભારતમાં મોકલ્યા હતા. આ સાથે જ ભારત વિશ્વમાં સૌથી વધુ રિમિટન્સ (NRI દ્વારા વિદેશમાં મોકલાતા પૈસા) મેળવવામાં પ્રથમ નંબરે આવ્યું છે. દેશે 100 બિલિયન યુએસ ડોલરના બેન્ચ માર્કને વટાવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
ધ ઈન્ટરનેશનલ ઓરગેનાઈઝેશન ફોર માઈગ્રેશન(આઈઓએમ) દ્વારા વર્ષ 2024નો પ્રથમ વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પર એક નજર કરીએ તો વર્ષ 2022માં સૌથી રિમિટન્સ ભારતીયોએ મોકલ્યું હતું. તે પછી બીજા ક્રમે મેક્સિકો, ત્રીજા ક્રમે ચીન, ચોથા ક્રમે ફિલિપાઈન્સ અને પાંચમાં ક્રમે ફ્રાન્સ છે.
મેક્સિકોએ વર્ષ 2022માં ચીનને પછાડીને રિમિટન્સ મેળવવામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય રીતે મેક્સિકોનો નંબર ચીન પછી આવતો હોય છે, જોકે આ સ્થાન આ વખતે મેક્સિકોએ મેળવ્યું છે. રિપોર્ટ મુજબ વર્ષ 2010માં ભારતે 53.48 બિલિયન યુએસ ડોલર મેળવ્યું હતું. વર્ષ 2015માં આ આંકડો વધીને 68.91 બિલિયન યુએસ ડોલરે પહોંચ્યો હતો. વર્ષ 2020માં 83.15 બિલિયન યુએસ ડોલર ભારતને રિમિટન્સ તરીકે મળ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ