:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભારતે લગાવ્યો કેનેડા પર આરોપ: ઓન્ટારિયોમાં ખાલિસ્તાન સમર્થકોની રવિવારની પરેડ પછી મંગળવારે ભારત સરકારે સખત વિરોધ નોંધાવ્યો

top-news
  • 08 May, 2024

છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડા વચ્ચે સતત સબંધો વણસી રહ્યા છે. ભારતે કેનેડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે હિંસાનો ઉત્સવ મનાવી રહી છે અને તેણે તેનું મહિમામંડન કરવાની ખુલ્લી છૂટ આપી રાખી છે. એક પરેડ દરમિયા થયેલી ભારત વિરોધી નારેબાજીથી ભારતની સરકાર ભડકી છે.

ભારત સરકારે કેનેડાની સરકારને આહવાન કર્યું છે કે તે ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં ઘૂસવા ન દે. કેનેડાના ઓન્ટારિયો માલટનમાં ખાલિસ્તાન સમર્થકોની રવિવારની પરેડ બાદ મંગળવારે ભારત સરકારે સખત વિરોધ નોંધાવતા કહ્યું કે 'નગર કીર્તન' પરેડે ખૂબ જ વિવાદાસ્પદ સ્વરૂપ ધારણ કર્યું છે.

વધુમાં ભારતે ટ્રૂડો સરકારને કહ્યું કે તે ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં રાજકીય આશ્રય અને સુરક્ષિત આશ્રય ન આપે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે કહ્યું કે ભારત હજુ પણ કેનેડામાં પોતાના ડિપ્લોમેટિક પ્રતિનિધિઓની સુરક્ષા અંગે ચિંતિત છે. ભારત કેનેડા પાસે એ અપેક્ષા રાખે છે કે ભારતના પ્રતિનિધિઓ કેનેડામાં તેમની જવાબદારી ડર્યા વગર નિભાવી શકે.

જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે ભારતીય રાજદૂતોના પોસ્ટરોને પણ સમગ્ર કેનેડામાં લગાવવામાં આવ્યા છે. જેમાં તેમને હિંસાની ધમકીઓ આપવામાં આવી છે. ગત અઠવાડિયે કેનેડા સરકારે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકો કરણ બરાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎