:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શહેજાદાને સવાલ: શાં માટે ચૂંટણી જાહેર થઈ પછી અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કર્યું...

top-news
  • 08 May, 2024

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી આજે તેલંગાણાના કરીમનગર જિલ્લામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડી ગયો છે. 

પીએમ મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષોથી કોંગ્રેસના શહેજાદા દિવસ-રાત એક જ જાપ જપતાં હતા. તેમણે રાફેલનો મુદ્દો જ્યારથી ઉભો થયો ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં 5 ઉદ્યોગપતિઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું. પછીથી તેમણે અંબાણી-અદાણીનું નામ જપવાનું શરૂ કર્યું પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે...શાં માટે? હું તેમને પૂછવા માંગુ છું. શહેજાદાએ વાત કહી દે કે એમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી અને દલિતોનો અનામતનો અધિકાર છીનવી લેવા માંગે છે. કોંગ્રેસ મુસ્લિમ સમુદાયને તેમનું આરક્ષણ આપવા માંગે છે. કલ્યાણ સુનિશ્ચિત કરવું એ ન તો કોંગ્રેસનું વિઝન છે કે ન તો તેમનો એજન્ડા. કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંકને બચાવવા માંગે છે. આ ભ્રષ્ટ પક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણ ડૂબેલો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાતના બનાસકાંઠાની એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેમને શહેનશાહ કહ્યાં હતા. જ્યારે રાહુલ ગાંધીએ 4,000 કિલોમીટર પગપાળા યાત્રા કરીને ખેડૂતો, ગરીબો સહિતના વિવિધ લોકોનો પ્રશ્નોને સાંભળ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎