પોર્ન સ્ટારની અમેરિકાની કોર્ટમાં જુબાની: પોર્ન સ્ટાર સ્ટોર્મીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વીતાવેલી એક સાંજની વાત કરી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_100818_Trump.webp)
- 08 May, 2024
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત વિવાદોમાાં ઘેરાયા છે. મુદ્દો એ છે કે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધોને લઈને અમેરિકાના રાજકીય વર્તુળોમાં ઘણી વાતો સાંભળવા મળે છે. વર્ષ 2016માં એક પોર્ન સ્ટાર સાથે ટ્રમ્પના સંબંધોની માહિતી બહાર આવી હતી અને તેને છુપાવવા માટે તેમણે સ્ટોર્મીને 1 લાખ 30 હજાર અમેરિકન ડોલર ચૂકવ્યા હતા. આજ કેસમાં આજે સ્ટોર્મી ડેનિયલ્સે અમેરિકની એક કોર્ટમાં જુબાની આપી હતી.
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે મંગળવારે કોર્ટમાં શારીરિક સંબંધો અને પૈસા લેવાના મામલા અંગે વિગતે માહિતી આપી હતી. તેણે જુબાની દરમિયાન ટ્રમ્પ સાથે ગાળેલી એક સાંજનું સંપૂર્ણ વર્ણન કર્યું હતું. આ અંગે તેણે કહ્યું હતું કે જ્યારે તે બાથરૂમમાં ગઈ ત્યારે તેણે તેની ટોયલેટરી બેગ જોઈ જેમાં ઓલ્ડ સ્પાઈસ અને પર્ટ પ્લસ અને સોનાના ટ્વીઝર હતા. જોકે ટ્રમ્પે ડેનિયલ સાથે શારીરિક સંબધો હોવાની વાતને નકારી હતી.
જુબાની આપતા કોર્ટને ડેનિયલ્સે કહ્યું હતું કે મને ટ્રમ્પે પ્રથમ વખત જોઈ ત્યારે મેં સિલ્ક અને સાટિન પાયજામો પહેર્યો હતો. જોકે પછીથી તેની ટ્રમ્પે પ્લેબોય મેગેઝીનના સ્થાપક હ્યુ હેફનર કહીને મજાક કરી હતી. ટ્રમ્પે મને ડ્રેસ બદલવા માટે કહ્યું હતું. તે વાતનો મેં ખૂબ જ નમ્રતાથી સ્વીકાર કર્યો હતો. ડેનિયલ્સે કહ્યું કે ટ્રમ્પે તેની પોર્ન ઈન્ડસ્ટ્રી વિશે પૂછપરછ પણ કરી હતી. આ દરમિયાન ટ્રમ્પની પત્ની વિશે ટૂંકી ચર્ચા પણ થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે હું અને મારી પત્ની અલગ-અલગ રૂમમાં સુઈ રહ્યાં છીએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ