ભારતીય અમેરિકન સમાજના વડાનું નિવેદન: અજય જૈને કહ્યું- ભારતીય મૂળના લોકો PM નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ જોવા આતુર
- 08 May, 2024
દેશમાં ગઈકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી આજે ભારતીય અમેરિકન સમાજના વડાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય અમેરિકન સમાજના વડા અજય જૈન ભટૂરિયાએ કહ્યું કે અમેરિકાના વસતા ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરે છે. અહીં વસતા ભારતીય મૂળના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ જોવા ઈચ્છે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ભારત વિશ્વમાં ચમકે છે, ત્યારે તેઓ ગર્વનો અનુભવ કરે છે.
ભારતીય-અમેરિકન ડમોક્રેટિક ફંડરાઈજર ભટૂરિયાએ કહ્યું કે અમેરિકાની આર્થિક વૃદ્ધિમાં ભારતીયોનું મોટું યોગદાન છે. ભારતીયો અમેરિકાની આર્થિક વૃદ્ધિ વધારવા અથાગ મહેનત કરી રહ્યા છે. હાલ આપણે એક નજર કરીએ તો ભારતનો આર્થિક વિકાસ લગભગ છથી સાત ટકાની ગતિએ આગળ વધી રહ્યો છે. એક માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં ભારત જાપાનને પાછળ પાડી દઈને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તે પછીથી કદાચ એવું પણ બને કે 2027 સુધીમાં ભારત અમેરિકા અને ચીન પછીની ત્રીજી મોટી અર્થવ્યસ્થા બને.
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકારની નીતિના કારણે સમગ્ર દેશ બદલાઈ રહ્યો છે. વાણિજ્ય, નાના અને મોટા ઉદ્યોગો, રેલ્વે વિકાસ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે દેશને સકારાત્મક પરિણામ મળી રહ્યું છે. આ સ્થિતિ જાળવવા માટે વડાપ્રધાન મોદી અને તેમની ટીમને ફરી ચૂંટવા જોઈએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ