ચારધામ યાત્રા માટે કાઉન્ટર રજિસ્ટ્રેશન શરૂ: પ્રથમ દિવસે જોવા મળી યાત્રાળુઓની લાંબી લાઈનો, ભીડના પગલે નોંધણી પ્રક્રિયા ધીમી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_121640_Chardham.webp)
- 08 May, 2024
ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાને લઈને પ્રશાંસને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. યાત્રા આગામી 10 મેના રોજ શરૂ થશે. તેના માટેનું કાઉન્ટર રજીસ્ટ્રેશન બુધવારથી શરૂ થઈ ગયું છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન ખુલવાના પ્રથમ દિવસે જ ઉત્તરાખંડના પ્રવેશ દ્વારા હરદ્વારમાં મોટી સંખ્યામાં યાત્રીઓ આવી પહોંચ્યા છે.
10 તારીખથી શરૂ થવા જઈ રહેલી ચારધામ યાત્રા માટે બુધવારથી કાઉન્ટર રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. હરિદ્વારના પર્યટન કાર્યાલય પરિસરમાં કરવામાં આવેલી વ્યવસ્થામાં અભાવ જોવા મળ્યો હતો. પહેલા દિવસે યાત્રીઓની ભીડના પગલે રજીસ્ટ્રેશન ખૂબ જ ધીમી ગતિથી થયું હતું. જેના પગલે ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. લોકોના ટોળાને નિયંત્રણમાં લેવા માટે અહીં પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ