:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જંગલોની આગ મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત: ઉત્તરાખંડની ધામી સરકારની કાઢી ઝાટકણી, વરસાદ-ક્લાઉડ સીડિંગના ભરોસે ન રહેવાની કરી ટકોર

top-news
  • 08 May, 2024

ઉત્તરાખંડના જંગલોમાં આગ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે આપણે હાથ પર હાથ મૂકીને બેસી ન રહેવાય. આ મુદ્દે સરકારે જ કંઈક અસરકારક પગલું ભરવું પડશે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદિપ મહેતાની બેન્ચે સુનાવણી દરમિયાન આગની વધતી જતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મુદ્દે તાત્કાલિક લગામ કસવા માટે સરકારને આદેશ આપવા જણાવ્યું હતું.

કોર્ટમાં રજૂઆત કરતા વકીલે કહ્યું હતું કે બે વર્ષ પહેલા પણ એનજીટીમાં અરજી કરવામાં આવી હતી. જોકે તેમ છતાં સરકારે અત્યાર સુધી તેના પર કોઈ કાર્યવાહી નથી કરી. તેના પગલે મારે અહીં આવવાની ફરજ પડી છે અને આ મામલો સમગ્ર ભારતનો છે. જોકે ઉત્તરાખંડ તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે. સુનાવણી દરમિયાન સરકારે જંગલમાં લાગેલી આગની ઘટનાઓ અને તેને કાબુમાં લેવા અંગેની સંપૂર્ણ વિગતો કોર્ટ સમક્ષ આપી હતી. 

ખંડપીઠ સમક્ષ રજૂઆત કરતા સરકારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની 398 ઘટનાઓ નોંધાઈ છે. આ સિવાય 350 જેટલા ગુનાહિત કેસ નોંધાયા છે. જેમાં 62 લોકોના નામ છે. આ મામલાઓ 298 જેટલા અજાણ્યા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમુક લોકોને આ મામલે પૂછપરછ કરવા માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎