કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં વધુ એક મુદ્દો: સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે અન્ય એક મહિલાનું અપહરણ કરવાના કેસમાં ચારની ધરપકડ કરી
- 09 May, 2024
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાનના પૌત્ર અને કર્ણાટકના હાસનથી જેડીએસના સાંસદ પ્રજવલ્લ રેવન્ના હજી સુધી ગુમ છે. રેવન્નાને એસઆઈટીની સામે 7 મેના રોજ હાજર થવાનું હતું. જોકે તેઓ આવ્યા નહોતા. આ દરમિયાન આ અંગે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે અન્ય એક મહિલાના અપહરણના મામલામાં અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી છે.
એસઆઈટીએ પ્રજ્જવલના પિતા અને હોલેનરસીપુરાના ધારાસભ્ય એચ ડી રેવન્નાની પહેલા જ ધરપકડ કરી લીધી છે. જે હાલ અગ્રહારા સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 66 વર્ષના રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચ ડી દૈવગૌડાના પુત્ર છે. પોલીસે આ અંગે ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે એચડી રેવન્નાની ભૂમિકાને જાણવા માટે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ