અસદુદ્દીન ઓવૈસી Vs નવનીત રાણા: ભાજપ નેતાએ કહ્યું- તમને 15 મિનિટ લાગશે મને તો 15 જ સેકન્ડ થશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10052024_105414_Navneet-55.webp)
- 10 May, 2024
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન નજીક આવવાની સાથે જ રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા નવનીત રાણા અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-અલ મુસ્લિમી(એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો છે. ઓવૈસીએ પોતાના નાના ભાઈના ગરમ સ્વભાવની વાત કરતા કહ્યું કે મેં તેને સમજાવીને રોખી રાખ્યો છે, નહિતર એ તો સાલારનો છોકરો છે. તેને ખૂબ મુશ્કેલીથી સમજાવીને બેસાડવો પડે છે.
હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતાના સપોર્ટમાં આવેલા નવનીત રાણાએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની સાથે-સાથે તેમના નાના ભાઈ અકબરુદ્દીનને પણ ઘેર્યો હતો. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે નાનો ભાઈ કહે છે કે 15 મિનિટ માટે પોલીસને હટાવી દો પછી અમે બતાવીશું, અમે શું કરીએ છીએ. હું તેમને કહેવા માંગુ છું કે નાના ભાઈ તમને તો 15 મિનિટ લાગશે પણ મને તો માત્ર 15 સેકન્ડ જ લાગશે. 15 સેકન્ડ માટે જ પોલીસને હટાવવામાં આવશે તો નાના-મોટા ભાઈને એ વાતની ખબર પણ નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. આ અંગેનો વીડિયો પોતાના x હેન્ડલથી શેરતા કરતા રાણાએ બંને ઓવૈસી ભાઈઓને પણ ટેગ કર્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ