કર્ણાટકનો રેવન્ના સેક્સ સ્કેન્ડલ કેસ: ભાજપના નેતા દેવરાજ ગૌડાની શુક્રવારે રાતે હસન ખાતેથી પોલીસ બાતમીના આધારે ધરપકડ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_064930_devraje_1715373230.webp)
- 11 May, 2024
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલના પગલે રાજકારણ ગરમાયું છે. આજે આ કેસના સંદર્ભમાં ભાજપના નેતા દેવરાજ ગૌડાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા અને વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવરાજે ગૌડાની શુક્રવારે રાત્રે હાસન ખાતેથી જનતા દળ સેક્યુલર(જેડીએસ) સાંસદ પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો કેસ બાબતે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, દેવરાજે ગૌડાની હિરીયુર પોલીસે ચિત્રદુર્ગ જિલ્લાના ગુલિહાલ ટોલ નાકા પર પેન ડ્રાઈવ દ્વારા વીડિયો લીક કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે હાસન પોલીસને આ અંગે એક બાતમી મળી હતી. જેના આધારે ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી.
કર્ણાટકમાં 26 એપ્રિલના રોજ મતદાન પહેલા પ્રજ્વલ સાથે કથિત રીતે સંબંધિત કેટલાક અશ્લીલ વીડિયો બહાર આવ્યા હતા. દેવરાજે ગૌડા પર આ વીડિયો લીક કરવાનો આરોપ છે. જોકે આ આરોપોને ગૌડાએ ફગાવી દીધા છે. નોંધનીય છે કે એક મહિલાએ દેવરાજ ગૌડા સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. આ મહિલાનો આરોપ છે કે ગૌડાએ પોતાની મિલકતો વેચવાના નામે મારી છેડતી કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ