અકસ્માતમાં લોહી નહીં રૂપિયા બહાર આવ્યા: આંધ્રપ્રદેશની પૂર્વ ગોદાવરી જિલ્લા પોલીસે ઘટના પછી 7 કરોડ રૂપિયા જપ્ત કર્યા
- 11 May, 2024
આંધપ્રદેશમાં શનિવારે એક વખત ફરી મોટા પ્રમાણમાં કેશ જપ્ત થઈ છે. આ પહેલા શુક્રવારે પણ એનટીઆર જિલ્લામાં 8 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે. જ્યાં સાત જેટલી પેટીમાં સાત કરોડ રૂપિયા છુપાવીને લઈ જવામાં આવી રહ્યાં હતા. જોકે સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે નલ્લાજર્લા મંડલના અનંતપલ્લીમાં એક ટ્રકની ટક્કરથી એક ટેમ્પો ઉધો વળ્યો.
સ્થાનિક લોકોએ જોયું કે વાહનમાં ભરીને કેશના 7 કોથળાઓને લઈ જવામાં આવી રહ્યાં હતા અને પોલીસને આ અંગે માહિતી મળી હતી. હાલ જપ્ત કરવામાં આવેલી રકમ 7 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે વાહન વિજયવાડાથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહ્યું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલી ટાટા એસના ડ્રાઈવરને ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલા શુક્રવારે પણ આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે કહ્યું કે ચેકિંગ દરમિયાન પાઈપથી ભરેલા ટ્રકમાંથી 8 કરોડ રૂપિયાની કેશ પ્રાપ્ત થઈ છે. પોલીસે ટ્રક અને પૈસાને જપ્ત કરવાની સાથે-સાથે તેમાં સવાર બે લોકોની પણ ધરપકડ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ