:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મિલિટરી નર્સિંગ સર્વિસએ ઉજવ્યો નર્સ દિવસ: ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતી પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ વિશ્વમાં ઉજવાય છે

top-news
  • 11 May, 2024

આયુર્વિજ્ઞાન ઓડિટોરિયમ, આર્મી હોસ્પિટલ ખાતે 11 મે 2024ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેજર જનરલ કંવરજીત સિંઘ, ઓફ જી કમાન્ડન્ટ આર્મી હોસ્પિટલ હાજર રહ્યા હતા. મેજર જનરલ શીના પી ડી. પ્રિન્સિપાલ મેટ્રોને સૌનું સ્વાગત કર્યું હતું.સમાજ પ્રત્યે નર્સના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતી પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સે આ વર્ષની થીમ ‘અવર નર્સ અવર ફ્યુચર, ધ ઇકોનોમિક પાવર ઓફ કેર’ તરીકે જાહેર કરી છે અને થીમનું અનાવરણ મેજર જનરલ આઇ ડી ફ્લોરા, એડિશનલ ડીજીએમએનએસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઇન નર્સિંગઃ બૂન ઓર અ બેન’ પર ચર્ચા અને થીમ પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ પેનલિસ્ટોએ નર્સિંગ વ્યવસાયમાં પડકારો, નર્સોને સશક્ત બનાવવાના અભિગમો, નર્સની નેતૃત્વની ભૂમિકા, નર્સિંગ શિક્ષણ, આરોગ્ય સંભાળમાં ડિજિટલાઇઝેશન, નર્સ બર્ન આઉટ વગેરે સહિત વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી.

મુખ્ય અતિથિએ પેનલિસ્ટોનું સન્માન કર્યું હતું અને ગુણવત્તાસભર નર્સિંગ અધિકારીઓને પ્રશંસા પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા. કેપ્ટન દીપા શજનને પુષ્પનરંજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિએ પણ સભાને સંબોધિત કરી અને તેઓને મિલિટરી નર્સિંગ ઓફિસર્સ દ્વારા નિર્ધારિત વ્યાવસાયિક ધોરણો અને નૈતિકતા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે એમ એન એસ અધિકારીઓને અત્યંત કરુણા અને સહાનુભૂતિ સાથે દર્દીઓની કાળજી લેતા અને શિફ્ટમાં અથાક કામ કરવા બદલ પ્રશંસા કરી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎