:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજસ્થાન-એનસીઆરમાં રાત્રે તોફાન સાથે વરસાદ: ધૂળની ડમરીઓ અને વરસાદી ઝાપટાથી અફરાતફરી, 2ના મોત, 23 લોકો ઘાયલ

top-news
  • 11 May, 2024

મોડી  સાંજે રાજસ્થાન અને દિલ્હીમાં ધૂળની ડમરીઓ અને વરસાદી  ઝાપટા વાળો વાતાવરણમાં  પલટો જોવા મળ્યો હતો. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા. આ દરમિયાન વૃક્ષો પડવાના કારણે બે લોકોનાં મોત થયા હતા. ભારે વાવાઝોડાના કારણે અનેક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યા હતા. વાવાઝોડાને કારણે કૂલ અકસ્માતોની સંખ્યા વધી અને 23 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડાની ગતિ  50-70 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે નોંધાઇ હતી.

દિલ્હી એરપોર્ટના સુત્રો અનુસાર ખરાબ હવામાનના કારણે 9 ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર વૃક્ષો પડવાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. રસ્તા પર વૃક્ષો પડી જવાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. પોલીસ વિભાગના અનુસાર વૃક્ષો પડવાના કારણે 152, ઇમારતોને નુકસાન સંબંધિત 55 અને પાવર કટ સંબંધિત 202 થી વધારે ઘટનાઓ સામે આવી હતી.

તોફાન અને વરસાદના કારણે દિલ્હી એનસીઆરમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવાર સવારથી જ વાતાવરણમાં આહ્લાદક બન્યું હતું. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શનિવાર- રવિવારની રજાઓ હોવાના કારણે લોકોએ આજના વાદળ છાયા વાતાવરણનો પણ આનંદ ઉઠાવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે દેશના 13 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રજાસ્થાન, ઉતરાખંડ, તમિલનાડુ, મેઘાલય અને કેરળમાં વરસાદની વાતાવરણની વાત કરી હતી.

વૈજ્ઞાનિક અને પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, નવા સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીમાં ઝરમર વરસાદ પડશે. શનિવાર અને રવિવારે વરસાદની શક્યતા વધુ છે. હવામાન કચેરીએ શનિવારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 અને 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎