:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન: ભાજપનો આરોપ- TMCનાં ગુંડાઓ મતદારાને ધમકાવી રહ્યાં છે, સપાનો દાવો કન્નોજમાં કરવા દેવાતું મતદાન

top-news
  • 13 May, 2024

લોકસભાના ચોથા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કા માટે 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 96 સીટો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ ચોથા તબક્કામાં કુલ 17.7 કરોડ વોટર્સ છે અને 1.92 લાખ મતદાન કેન્દ્ર છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસીના ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યાં છે. બીજી તરફ સપાએ દાવો કરતા કહ્યું છે કે કન્નોજમાં મતદાન કરવા દેવામાં આવતું નથી. 

આ તબક્કામાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે આંધ્રપ્રદેશની 175 અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની સાથે મતદાતાઓની ભાગીદારી વધારવા માટે તેલંગાનામાં વોટિંગનો સમય વધારવામાં આવ્યો છે. લોકસભાના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 1717 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. ફેરી પોલિંગ અને સુરક્ષા અધિકારીઓને પહોંચાડવા માટે ચોથા તબક્કામાં ત્રણ રાજ્યોમાં 122 હવાઈ ઉડાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 

19 લાખથી વધુ મતદાન અધિકારી 1.92 લાખ મતદાન કેન્દ્રો પર 17.7 કરોડથી વધુ મતદાતાઓનું સ્વાગત કરી રહ્યાં છે. આ તબક્કામાં 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મતદાતાઓ છે. ચોથા તબક્કા માટે 85 વર્ષથી વધુના 12.49 લાખથી વધુ અને 19.99 લાખ પીડબલ્યુડી મતદાતા છે, જેમને પોતાના ઘરેથી આરામથી મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎