:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભા ચૂંટણી 2024નો ચોથો તબક્કો: સવારના 9 વાગ્યા સુધીમાં 10.35 ટકા મતદાન, બંગાળમાં સૌથી વધુ 15.24 ટકા મતદાન

top-news
  • 13 May, 2024

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. સવારના 9 વાગ્યા સુધીમાં સમગ્ર દેશમાં 10.35 ટકા વોટિંગ થયું છે. વોટિંગ પર એક નજર કરીએ તો આંધ્રપ્રદેશમાં 9.05 ટકા, બિહારમાં 10.18 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 5.07 ટકા, ઝારખંડમાં 11.78 ટકા, મધ્યપ્રદેશમાં 14.97 ટકા, મહારાષ્ટ્રમાં 6.45 ટકા, ઓડિશામાં 9.23 ટકા, તેલંગાનામાં 9.51 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા અને પશ્ચિમ બંગાળમાં 15.24 ટકા મતદાન થયું છે.

લોકસભાના ચોથા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કા માટે 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 96 સીટો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ ચોથા તબક્કામાં કુલ 17.7 કરોડ વોટર્સ છે અને 1.92 લાખ મતદાન કેન્દ્ર છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસીના ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યાં છે. બીજી તરફ સપાએ દાવો કરતા કહ્યું છે કે કન્નોજમાં મતદાન કરવા દેવામાં આવતું નથી. 

આ તબક્કામાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે આંધ્રપ્રદેશની 175 અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની સાથે મતદાતાઓની ભાગીદારી વધારવા માટે તેલંગાનામાં વોટિંગનો સમય વધારવામાં આવ્યો છે. લોકસભાના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 1717 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. ફેરી પોલિંગ અને સુરક્ષા અધિકારીઓને પહોંચાડવા માટે ચોથા તબક્કામાં ત્રણ રાજ્યોમાં 122 હવાઈ ઉડાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎