આંધ્રપ્રદેશના ધારાસભ્યની ખુલ્લી દાદાગીરીનો Live વીડિયો: MLAએ મતદારને લાફા ઝીંક્યા, લાઈન તોડતા મતદારે શિસ્તનું પાલન કરવા કરી હતી ટકોર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13052024_082606_Ap.webp)
- 13 May, 2024
આંધ્રપ્રદેશમાં આજે મતદાનના દિવસે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુનતુર જિલ્લાના એક ચૂંટણી મથકમાં આજે સવારે જગન રેડ્ડીની પાર્ટી YSRના ધારાસભ્ય એ શિવાકુમાર શિસ્તનું ઉલ્લંઘન કરીને લાઈન તોડીને આગળ ચાલ્યા ગયા હતા. આ વાતનો એક સામાન્ય મતદારે વિરોધ કરતા ધારાસભ્યએ તેમને લાફા માર્યા હતા.
Voter who objected to #Guntur District #TenaliMLA #Sivakumar jumping queue, was slapped by him & voter returned in kind; ugly show of political musclepower as the @ysrcp MLA candidate's henchmen joined attack on voter #BoothViolence #ElectionsWithNDTV #AndhraPradeshElections2024 pic.twitter.com/Z5wK0enrWK
— Uma Sudhir (@umasudhir) May 13, 2024
આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે ધારાસભ્ય શિવાકુમાર ઉગ્ર દલીલ કરતા-કરતા મતદારની નજીક જઈ રહ્યાં છે અને પછીથી તેમના મોઢા પર લાફા મારી રહ્યા છે. બાદમાં મતદારે પણ સામે વળતો જવાબ આપ્યો હતો અને લાફા માર્યા હતા. જોકે પછીથી આ સમગ્ર બબાલમાં ધારાસભ્યના સમર્થકો પણ જોડાતા ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. જોકે પછીથી ધારાસભ્યના સમર્થકોએ પણ મતદારને મારવાનું શરૂ કરતા બીજા લાઈનમાં ઉભેલા મતદારોએ ઝઘડાને શાંત પાડવાની કોશિશ કરી હતી.
નોંધવા જેવી બાબત એ છે કે 10 સેકન્ડના આ વીડિયોમાં આ ઝઘડાને શાંત પાડવા માટે કોઈ સિક્યોરિટી ગાર્ડ વચ્ચે પડતા હોય તેવું દેખાઈ રહ્યું નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ