સરહદમાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાયું રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા નજીક ડ્રોન દેશની સીમા રેખામાં ઘૂસવાનો પ્રયત્ન કરતું પકડાયું
- 14 May, 2024
પાડોશી દેશ પાકિસ્તાન થોડા થોડા દિવસો બાદ આપણાં દેશમાં તેની નાપાક હરકતો કરતો જ હોય છે, તે તેની આતંકવાદી પ્રવૃતિઓ બંધ નથી કરી રહ્યું, ઊલટાનું રોજ કઈક નવું કરવાનું વિચારતુ જ હોય છે. અને તેના નવા નવા કિસ્સા સામે આવતા રહે છે. જેમાં તે ખાસ કરીને દેશની નિયંત્રણ રેખાઓ પાસે પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના અસફળ પ્રયનતો કરતો હોય છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ડ્રોન પર દેશના સુરક્ષાદળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, શનિવારે મોડી રાત્રે ડ્રોન થોડા સમય માટે ભારતીય સીમામાં જોવા મળ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેરી સેક્ટરમાં સરહદ પારથી ડ્રોન જોવા મળ્યા બાદ ભારતીય સેનાને ગોળી ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. પરંતું કંઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળવા પામી ન હતી.
ત્યારે રાષ્ટ્ર વિરોધી લોકો શસ્ત્રો અને ડ્રગ્સ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતું સુરક્ષા દળો તેઓની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સતર્ક છે.
આ દરમિયાન શનિવાર અને રવિવાર દરમ્યાન રાત્રે પુંછ જિલ્લાના અલ્લાહપીર વિસ્તાર પાસે થોડા સમય માટે ઝબકતી લાઇટ્સ સાથે ઉડતી વસ્તુ પણ હવામાં ફરતી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને વિસ્તારની શોધખોળ કરી અને કંઈ મળ્યું નહીં. અહીં પંજાબના અમૃતસર જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ ને ચીનમાં બનેલું ડીજેઆઈ નું મેવીક 3 ક્લાસિક ડ્રોન મળ્યું છે. સુરક્ષા જવાનોએ હવેલિયાન ગામમાં ડ્રોનને રિકવર કર્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ