ગેરકાયદેસર હોર્ડિંગે સર્જી મોટી દુર્ઘટના: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 14 લોકોનાં હોર્ડિંગની નીચે દબાઈ જવાથી મોત, 74ને ઈજા
- 14 May, 2024
સોમવારે મુંબઈમાં ભારે ગતિ સાથે પવન ફુંકાતા ગેરકાયદેસર ઉભું કરવામાં આવેલું એક હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ હોર્ડિંગની નીચે ઘણા લોકો દટાયા હતા. આ પૈકીના 14 લોકોના મોત થયા છે. જ્યારે 74 લોકોને ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે NDRFની ટીમે હોર્ડિંગ નીચે ફસાઈ ગયેલા લોકોને બચાવી લેવા માટે આખી રાત અભિયાન ચલાવ્યું હતું. જોકે મહત્વની વાત એ છે કે આ હોર્ડિંગ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ લગાવી દેવામાં આવ્યું હતું. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ હોર્ડિંગ નગર નિગમની મંજૂરી વગર જ ઉભું કરાયું હતું.
ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ઘાટકોપર પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છેડા નગરમાં રેલવે પોલીસ ગ્રાઉન્ડ પાસેનાં પેટ્રોલ પંપર પર એક વિશાળ હોર્ડિંગ ગર્ડર સાથે ધરાશાયી થયું હતું. સૌથી મોટી વાત એ છે કે, 17040 ચોરસ ફૂટના હોર્ડિંગનો ઉલ્લેખ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલો છે. બીજી તરફ બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ (BMC)એ કહ્યું કે, જે સ્થળે ઘટના બની ત્યાં ચાર હોર્ડિંગ હતા અને તેને પોલીસ કમિશ્નર (મુંબઈ રેલ્વે) માટે ACP (વહીવટ) દ્વારા મંજૂરી અપાઈ હતી. એજન્સી/રેલવેએ હોર્ડિંગ લગાવ્યા પહેલા બીએમસીની મંજૂરી અથવા એનઓસી લીધી નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ