મેક્સિકોનાં ચિકોમુસેલોમાં બે જૂથો વચ્ચે મારામારી: અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોનાં મોત, નશાનો વેપાર અને દાણચોરી કરતા જૂથો વચ્ચે બબાલ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15052024_052343_Mexico 123 (1).webp)
- 15 May, 2024
મેક્સિકોમાં અંધાધૂધ ગોળીબારમાં 11 લોકોનાં મોત થયા છે. નશાનો વેપાર અને દાણચોરી કરતા બે જૂથો ઝઘડતા આ ઘટના બની છે. દક્ષિણ મેક્સિકો રાજ્યના ચિયાપાસના ચિકોમુસેલો શહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી હતી. આ ક્ષેત્ર પ્રવાસીઓ અને નશીલી દવાઓની દાણચોરી માટે જાણીતો છે.
તાજેતરના મહિલામાં કાર્ટેલ ટર્ફ સંઘર્ષને કારણે આ ક્ષેત્રને વધુ અસર થઈ છે. ખરેખર મોરેલિયાની ટાઉનશિપ તથા બાહ્ય વસતી ગ્વાટેમાલા સાથે મેક્સિકોની સરહદ નજીક એક ઓછી વસતી ધરાવતો ક્ષેત્ર છે. સોમવારે પણ આ ક્ષેત્રમાં ડ્રગ કાર્ટેલ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. ચિયાપાસ નજીક સરહદી વિસ્તારોમાં હિંસા વધતી જઈ રહી છે કેમ કે હરિફ સિનાલોઆ અને જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ ક્ષેત્ર માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ