:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી: NDAએ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા, INDIA ગઠબંધનની બેઠક પણ શરૂ

top-news
  • 05 Jun, 2024

મંત્રીમંડળે આજે મળેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને 17મી લોકસભાને તાત્કાલિક પ્રભાવથી ભંગ કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મેુ મંત્રીમંડળની સલાહને સ્વીકારી લીધી છે અને પોતાના પાવરનો ઉપયોગ કરીને 17મી લોકસભાને ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. એનડીએની આજે મળેલી બેઠકમાં ચદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, એકનાથ શિંદે, જીતન રામ માંજી, પવન કલ્યાણ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચિરાગ પાસવાન, કુમારસ્વામી, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી હાજર રહ્યાં હતા. નરેન્દ્ર મોદી એનડીએના સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સાંજે 7.45 કલાકે તમામ નેતાઓ રાષ્ટ્રપતિને મળી શકે છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની બેઠક પણ આ સમાચાર લખાઈ રહ્યાં છે, ત્યારે શરૂ થઈ ગઈ છે.

લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને 292 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. બીજેપી પોતાના દમ પર બહુમતીનો આંકડો પણ જીતી શકી નથી. એવામાં કેન્દ્રની સત્તા પર કબજો મેળવવા  માટે બીજેપીએ સહયોગી દળની મદદ લેવી પડશે. આ ગઠબંધન સરકારમાં આંધ્ર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટો ચેહેરો અને વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ સીટ જીતનાર ચદ્રબાબુ નાયડુનું મોટો યોગદાન રહ્યું છે. 

નાયડુની ટીડીપીએ 16 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. આ કારણે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએ સરકારને સમર્થન આપનારા ચંદ્રબાબુ નાયડુની સરકારમાં મોટો હિસ્સો માંગી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ કહેવાઈ રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા સ્પીકર પદને લઈને રહેશે. તો ચાલો જાણીએ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ક્યાં મંત્રાલયોની માંગ કરી શકે છે, તે અંગે વિગતે જાણીએ.

નરેન્દ્ર મોદીને જો વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હશે તો તેમને ચંદ્રબાબૂ નાયડૂ અને નીતીશ કુમારનો સાથ જોઈશે. આ સ્થિતિ એટલા માટે સર્જાઈ છે કે અગાઉ વર્ષ 2014 અને 2019માં બીજેપી બહુમતી માટે જરૂરી 272નો આંકડો વટાવી ગઈ હતી. જોકે આ વખતે તે આ આંકડાને પાર કરી શકી નથી. 543 સીટો ધરાવતી લોકસભામાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 272 સીટો જરૂરી છે. બીજેપીની પાસે 240 સીટો તો હાલ છે. જોકે એનડીએની પાસે 292 સીટ છે, જે બહુમતી કરતા 20 વધુ છે.

એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભાજપ છે. આ પછી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) છે, જેના 16 સાંસદો છે. ત્રીજા નંબર પર નીતિશ કુમારની JDU છે, જેની પાસે 12 બેઠકો છે. એટલે કે નાયડુ અને નીતિશના કુલ 28 સાંસદો છે. તેથી એનડીએ સરકારના અસ્તિત્વ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બંનેનું સમર્થન ખૂબ જ જરૂરી છે.અત્યાર સુધી ટીડીપી અને જેડીયુ બંને એનડીએ સાથે હોવાની વાત કરી રહ્યા છે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને એનડીએની બેઠકમાં ભાગ લેશે.એન ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંનેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ રહ્યા છે. બંનેએ એનડીએ છોડી દીધું હતું અને લોકસભા ચૂંટણી પહેલા જ ગઠબંધનમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના પીએમ મોદી સાથે કેવા સંબંધો છે.