જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલનો હવાઈ હુમલો, 50નાં મોત, બે ઈઝરાયલી જવાનોના મોત

- 01 Nov, 2023
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ વચ્ચે મૃતકાંક 10000ને વટાવી ગયો છે ત્યાં પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઉત્તર ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો જેમાં 50થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે અને 150થી વધુ ઘવાયા હતા.
અત્યાર સુધી ઈઝરાયલે આ હુમલા અંગે કોઈ ટિપ્પણી નથી કરી. જ્યારે ગાઝામાં હમાસના આતંકીઓએ ઈઝરાયલી સૈન્યના બે જવાનોને ઠાર માર્યા હતા. બીજી બાજુ ઈઝરાયલના લોકોએ અપહરણ અને હત્યાઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં અપીલ કરી છે. અહેવાલો અનુસાર ઈજિપ્તે ઈઝરાયલના હવાઈ હુમલાનેને અમાનવીય ગણાવ્યો છે. ઈજિપ્તે કહ્યું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈઝરાયલ હોસ્પિટલ, શરણાર્થી કેમ્પ પર હુમલા કરે છે. ઈજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાયલી હુમલાને રોકવા અને ગાઝાના રહેવાશીઓ સુધી માનવીય સહાય આપવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ