કેદારનાથમાં રાહુલ ગાંધીનો નવો અંદાજ, શ્રદ્ધાળુઓને ચા વહેંચતા દેખાયા, કોંગ્રેસે ધાર્મિક યાત્રા ગણાવી, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદથી આ રીતે પણ લોકોનો સંપર્ક કરી રહ્યા છે

- 06 Nov, 2023
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની (Rahul Gandhi in Uttarakhand) મુલાકાત લીધી હતી. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ તેમણે લોકો સાથે સમય પસાર કર્યો હતો અને ચાની ચુસ્કી લીધી હતી. આ દરમિયાન તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યા હતા.
આ ઘટનાને કોંગ્રેસ પાર્ટીએ ચા સેવા નામ આપ્યું હતું. અગાઉ તે રવિવારે કેદારનાથ ધામની પણ મુલાકાતે ગયા હતા. રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડ પહોંચ્યા છે. તે બપોરે હેલિકોપ્ટરથી કેદારનાથ પહોંચ્યા હતા અને કોંગ્રેસ નેતાઓ સાથે જ કેદારનાથના અધ્યક્ષ રાજકુમાર તિવારીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ તેમની ધાર્મિક યાત્રા હતી.
શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત થઈ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેદારનાથ ધામના દર્શન વખતે શ્રદ્ધાળુઓ સાથે પણ ઉષ્માભેર મુલાકાત કરી હતી. તિવારીએ જણાવ્યું કે રાહુલ ગાંધી ધાર્મિક યાત્રા માટે કેદારનાથ ગયા હતા. તેમણે કહ્યું કે ભગવાન કેદારનાથની સાંજે થતી આરતીમાં રાહુલ ગાંધી જોડાયા હતા. રાહુલ ગાંધીએ આ મામલે એક ટ્વિટ કરીને પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે આજે મેં ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની મુલાકાત લીધી અને દર્શન તથા પૂજા કરી, હર હર મહાદેવ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ