આજે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવ્યું, આસ્થાના ‘મહા ઉત્સવ’નું સમાપન

- 20 Nov, 2023
આસ્થાનાં મહાપર્વ છઠ પૂજાનો આજે અંતિમ દિવસ હતો. જેને કારણે મોટી સંખ્યામાં વ્રત કરનારાઓએ સૂર્યદેવને 'સૂર્યોદય અર્ધ્ય' ચડાવ્યું હતું. દેશનાં અલગ અલગ હિસ્સામાં આજે વ્રત કરનારાઓએ ગુરવારે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય ચડાવ્યું હતું. ગુજરાતમાં પણ મોટી સંખ્યમાં બિહારી અને ઉત્તર ભારતીયો તેમજ ઝારખંડનાં લોકો રહે છે જેઓ છઠ પૂજન કરે છે. અમદાવાદમાં સાબરમતી નદીનાં કિનારે અલગ અલગ ઘાટ પર પૂજા કરવામાં આવી અને સૂર્યદેવને અર્ધ્ય ચડાવવામાં આવ્યું.
અમદાવાદનાં ઇન્દીરા ગાંધી બ્રિજ પર છટ ઘાટ આવેલો છે જેમાં મોટી સંખ્યામાં બિહારી સમાજનાં લોકો જોડાયા હતાં. વર્ષોથી ચાલતી આવતી પંરપરા પ્રમાણે તેમને સૂર્યોદયને અર્ધ્ય ચડાવી ઉપાસનાનું સમાપન કર્યું હતું.આપને જણાવી દઇકે છઠ પૂજા ચાર દિવસ ચાલે છે. જેઓ આ વ્રત કરે છે તેઓ 36 કલાકનાં ઉપવાસ કરે છે. આજે સવારે સૂર્યોદય 6.50 થયો ત્યારે તેમણે સૂર્યને અર્ધ્ય ચડાવી પૂજનનું સમાપન કર્યું હતું.હાલમાં અમદાવાદ શહેરમાં ઠંડીનો જબરદસ્ત ચમકારો વર્તાઇ રહ્યો છે. અચાનક જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેથી છઠ ઘાટ પર વ્રત કરનાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાણીમાં ઉભા રહી ભગવાન સૂર્યદેવ ની પૂજા કરતા હોવાને કારણે મુશ્કેલીઓ પડી રહી છે. જોકે આ ઠંડક વચ્ચે પણ મોટી સંખ્યામાં વ્રતીઓ એક્ઠા થયા હતાં અને ઘાટ પર કિડિયારુ ઉભરાયું હોય તેમ લાતું હતું.ચાર દિવસ સુધી ચાલતા છઠ મહાપર્વ મુખ્ય રીતે બિહારી, પૂર્વી ઉત્તર અને ઝારખંડનાં લોકો ઉજવે છે. ત્રીજા દિવસે સાંજે વ્રતી નિર્જળા રહી ડુબતા સૂર્યને અર્ધ્ય ચડાવે છે. જ્યારે ચોથા દિવસે ઉગતા સૂર્યને 'અર્ધ્ય' ચડાવી આ મહાપર્વનું સમાપન કરે છે.પૌરાણિક કથાઓ અનુસાર છઠી મૈયાને બ્રહ્માની માનસપુત્રી અને ભગવાન સૂર્યની બહેન માનવામાં આવે છે. છઠી મૈયા નિસંતાનોને સંતાન પ્રદાન કરે છે. સંતાનની લાંબી આયુ માટે આ પૂજા કરવામાં આવે છે. તો એમ પણ માનવામાં આવે છે કે, મહાભારતનાં યુદ્ધ બાદ અભિમન્યુની પત્ની ઉત્તરાએ ગર્ભમાં રહેલાં બાળકનું વધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે તેને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે ઉત્તરાને ષષ્ઠી વ્રત (છઠ પૂજા) કરવાની સલાહ આપી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ