:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમદાવાદ પોલીસ પર વધુ એક કલંકઃ દિલ્હીના વ્યાપારીથી તોડ કરનાર પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી, સસ્પેન્ડ થયા

top-news
  • 21 Nov, 2023

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ હતી. તે દરમિયાન દિલ્હીથી મિત્રો સાથે આવેલા કાનવ માનચંદા નામના વ્યક્તિને નાના ચિલોડા પોઈન્ટ પાસે ટ્રાફિક પોલીસે ચેકિંગ માટે રોક્યા હતા. આ દરમિયાન તેની પાસેથી એક દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનું માત્ર દબાણ કરી પૈસા પડવાના ઇરાદે પોલીસ સ્ટેશનમાં લઈ જવા ધમકાવ્યા હતા.

શરૂઆતમાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવી અને કાયદેસર કાર્યવાહી નહીં કરવા માટે ખાતરી પણ અપાઇ હતી. પરંતુ આ રકમ ખૂબ જ વધારે હોવાનું કહેતા કાનવ માનચંદાએ પતાવટ કરવાનું કહેતા પોલીસકર્મીઓ આ લોકોને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટેનું દબાણ કર્યું હતું. જોકે, રસ્તામાં તેમની પાસેથી પોલીસકર્મીએ રકઝક કરતા ₹1.40 લાખની રકમની માંગણી કરી હતી. પરંતુ આ યુવકો પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહેતા ₹20 હજારનું UPIથી ત્રાહિત વ્યક્તિના ખાતામાં પેમેન્ટ કરાવ્યું હતું. બાદમાં આ યુવકોને છોડી મુકાતા મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તે દરમિયાન યુવકે મીડિયા સમક્ષ તોડ થયાની રજૂઆત કરી હતી.આ સમગ્ર મામલો મીડિયા રિપોર્ટ આધારે ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા ખાનગી રાહે તપાસ શરૂ કરાવી હતી. આક્ષેપ કરનાર દિલ્હીના કાનવ માનચંદા અને યુવક મિત્રોએ ₹20 હજાર UPI કર્યા હોવાનો પુરાવો પણ આપતા તેના આધારે ટ્રાફિક ઈસ્ટ ડીસીપી સફીન હસને કેસની તપાસ સી ડિવિઝન એસીપી ટ્રાફિકને સોંપી હતી. આ અંગે સી ડિવિઝન ટ્રાફિક એસીપી ડી એસ પુનડીયાએ બંદોબસ્તમાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓને નોકરીના લિસ્ટ મંગાવી તેના આધારે તપાસ શરૂ કરી અને તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને નિવેદન લેવાયા હતા. આ દરમિયાન દિલ્હીના યુવકને 20,000 રૂપિયા પરત કરી દેવાયા હોવાનું પણ સામે આવ્યું હતું. પરંતુ વગર ફરિયાદે તોડ અંગેની વાત સાંભળતાં જ DCP સફીન હસને કડક કાર્યવાહી કરી છે.

મીડિયા રિપોર્ટના આધારે ફરિયાદીનો સંપર્ક કરીને બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ઓર્ડર કર્યો અને ત્રણ TRB જવાનને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં નાના ચિલોડા પાસેના ટ્રાફિક પોઇન્ટ જી ડિવિઝન ટ્રાફિક વિભાગમાં આવતા બનાવ સમયે ફરજ બજાવતા મહાવીરસિંહ બહાદુરસિંહ અને તુષાર રાજપુત નામના બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎