મહારાષ્ટ્રમાં ખેડૂતોની લાચારીઃ પાક નિષ્ફળ જતા આજીવિકા માટે કિડની-લીવર વેચવા તૈયાર
- 24 Nov, 2023
મહારાષ્ટ્રના મરાઠાવાડામાં આ વર્ષ 20%થી વધુ ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે અને ખેડુતો માટે પુરુ વર્ષ બેવડુ મુશ્કેલ બનતા અને ગત વર્ષે લીધેલી પાક લોન હવે ખરીફ પાક નિષ્ફળ બનતા તે પરત મુકવાની પણ ચિંતા છે. તે સમયે વડેટ્ટીવાડમાં એક સોશ્યલ મીડીયા પોષ્ટમાં કેટલાક ખેડુતોએ તેમની કીડની-લીવર તથા આંખ વેચવાની પોષ્ટ સોશ્યલ મીડીયામાં મુકતા સનસનાટી ફેલાઈ ગઈ છે.
જેમાં લીવર રૂા.90000, કીડની રૂા.75000 અને એક આંખ પણ રૂા.25000માં વેચવાની ઓફર કરી છે. મરાઠાવાડામાં આ વર્ષે દુષ્કાળની સ્થિતિ છે તે વચ્ચે અહીના હીંગોળ જીલ્લામાં ખેડુતો માટે હવે તેના અંગ વેચવાની મજબૂરી ઉભી થઈ છે. ખેડુતોએ તેમના અંગનું રેટકાર્ડ અન્ય સરકારને મોકલ્યુ છે. અનેક ખેડુતો જેઓએ આ ઓફર કરી છે. તેઓ પર રૂા.1 થી 3 લાખનું કર્જ છે. વિપક્ષ કોંગ્રેસ આ મુદો ઉપાડીને રાજય સરકારને ઘેરવાની કોશીશ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ