:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

IPL 2024: હાર્દિક પંડ્યા બહાર થતા ગુજરાત ટાઈટન્સે ગિલેને કેપ્ટન બનાવ્યો

top-news
  • 27 Nov, 2023

ગુજરાતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ સાથે છેડો ફાડી દીધો છે. એટલે કે તે, મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો છે. પરિણામે આગામી આઈપીએલ 2024માં મુંબઈ ટીમથી રમશે. બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યાની મુંબઈ ટીમમાં એન્ટ્રી થતા ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. 

ગુજરાત ટાઈટન્સ હાર્દિક પંડ્યાને રિટેઈન કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં અંદાજે બે કલાક બાદ એક ક્રિકેટ વેબસાઇટે જાહેર કર્યું કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પરત ફર્યો છે. આ સંપૂર્ણપણે કેશ ડીલ થઈ છે, એટલે કે, કોઈ ખેલાડીને સામેલ કરવામાં આવશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને 15 કરોડ રૂપિયા આપશે. 

નોંધનીય છે કે,  રવિવારે IPL ફ્રેન્ચાઇઝી ટીમે આગામી સિઝન માટે તેમના રિટેઇન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી.  રવિવાર રિટેઇન અને રિલીઝ વિન્ડોની છેલ્લી તારીખ હતી. RCBએ જોશ હેઝલવુડ અને વાનિન્દુ હસરાંગાને, CSKએ બેન સ્ટોક્સ, KKRએ શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ અને લોકી ફર્ગ્યુસનને અને MIએ જોફ્રા આર્ચરને રિલીઝ કર્યા હતા. આ તમામે 19 ડિસેમ્બરે યોજાનારી ઓક્શનમાં પ્રવેશ કરવો પડશે.

કોલકાતા નાઈટ રાઈડર્સે સૌથી વધુ 12 ખેલાડીઓ અને પંજાબ કિંગ્સે સૌથી ઓછા 5 ખેલાડીઓને બહાર પાડ્યા. ઇંગ્લિશ ક્રિકેટર બેન સ્ટોક્સ અને જો રૂટ પહેલા જ રમવાનો ઇનકાર કરી ચુક્યા છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎