:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કરણી સેનાના વધુ એક નેતાને જાનથી મારી નાખવાની ધમકી, ‘તુને લોરેન્સ કો ગાલી દે કર ગલતી કર દી. અબ તેરી બારી ‘RIP IN ADVANCE’

top-news
  • 09 Dec, 2023

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ હત્યારાઓને પકડવા માટે રાજસ્થાનના ગામડાઓ ખૂંદી રહી છે. આ વચ્ચે હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને ધમકી મળી છે. કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સોશિયલ મીડિયા પર આ ધમકી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘તુને લોરેન્સ કો ગાલી દે કર ગલતી કર દી. અબ તેરી બારી ‘RIP IN ADVANCE’. તાઉ તુઝે કબ ઉઠા લેંગે, પતા નહીં ચલેગા.’

આ ધમકી પર સૂરજપાલ અમ્મૂએ આકરો જવાબ આપતા કહ્યું કે, ‘હું માં કરણીનો વંશજ છું, હું આવી ધમકીઓથી ડરતો નથી. અમે દેશમાંથી મુઘલો અને અંગ્રેજોને ભગાડ્યા છે. અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટ્ટા કર્યા છે.’ આ સાથે જ તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ‘તાઉ નહીં, થારા ફૂફા હું, ડરને વાલા નહીં.’

સૂરજપાલ અમ્મૂએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવા તમામ ગેંગસ્ટર્સ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. NIA સતત દરોડા પાડીને આવા ગુનેગારો પર કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે. સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈને તેમણે કહ્યું કે, આ આશ્ચર્યજનક વાત છે કે પંજાબ સરકારે પહેલા જ રાજસ્થાન સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી. છતાં પણ સુખદેવસિંહને સુરક્ષા ન આપવી એ ક્યાંકને ક્યાંક રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેમની હત્યા તરફ ઈશારો કરી રહી છે.

નોધનીંય છે કે રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારાઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. તે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે બીજાનું નામ નીતિન ફૌજી છે. તે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હાલ બંને ફરાર છે. બંનેએ 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎