આપ પછી આજે કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરશે..!
- 19 Dec, 2023
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી એટકળો તેજ થઈ છે. રાજકીય સૂત્રો પાપ્ત માહિતી મુજબ તે ધારાસભ્ય મધ્ય ગુજરાતના હોવાની વિગતો પણ સામે આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી પ્રબળ શક્યતાઓ છે. જે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરશે. જેઓ મધ્ય ગુજરાતના ધારાસભ્ય છે તેવી પણ સૂત્રો પાપ્ત માહિતી છે. ધારાસભ્ય આજે અધ્યક્ષને રાજીનામુ આપી શકે છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPના ધારાસભ્ય પણ રાજીનામુ ધરી દીધું હતું. AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધો હતો. વિગતો મુજબ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી બાદમાં તેમણે અધ્યક્ષને રાજુનામુ સોપ્યું હતું. તેઓ વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAPમાંથી જીત્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ