આઈપીએલ-2024માં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઃ સ્ટાર્કની એક ઓવર ની કીમત 44.4 લાખ અને કમિંસની 6.1 લાખ
- 20 Dec, 2023
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ગઈકાલે દુબઈમાં ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં તમામ રેકોર્ડ તોડીને કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી બોલી હતી. IPL 2023 સુધી કોઈ ખેલાડી 20 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી પણ શક્યો ન હતો અને IPL 2024ના ઓક્શનમાં બે ખેલાડીઓએ તેને પાર કર્યો હતો. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કોઈ બોલર લીગની તમામ 14 મેચો રમીને પોતાનો 4 ઓવરનો ક્વોટા પૂરો કરે છે, તો કુલ ફેંકવામાં આવેલા બોલની સંખ્યા 336 છે. આ મુજબ મિચેલ સ્ટાર્કના એક બોલની કિંમત 7.4 લાખ રૂપિયા જ્યારે પેટ કમિન્સના એક બોલની કિંમત 6.1 લાખ
મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સની જો ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો આ સ્થિતિમાં તેમને ક્વોલિફાયર અને એલિમિનેટર સહિત વધુ ત્રણ મેચ રમવા મળશે. આ રીતે 17 મેચ અને કુલ 408 બોલના હિસાબે એક બોલ ફેંકવાની સ્ટાર્કની ફી 6.1 લાખ રૂપિયા અને કમિન્સની એક બોલ ફેંકવાની ફી 5 લાખ રૂપિયા હશે. PSLનો સૌથી મોંઘો ખેલાડીનો વાર્ષિક પગાર 1.4 કરોડ રૂપિયા છે, જે સ્ટાર્ક માત્ર એક IPL મેચ રમીને કમાઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ