:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

માઈકાના પ્રેસિડેન્ટ સાથે 1.15 કરોડની છેતરપિંડી : એકાઉન્ટમાંથી આતંકી ફંડિંગના નામે રૂપિયા ખંખેર્યા

top-news
  • 16 Apr, 2024

આજના ડિજિટલ યુગમાં મદદ કરવાના નામે છતેરપિંડીનો ભોગ બનનારાની સંખ્યા વધતી જઈ રહી છે. એમાંય શિક્ષિત લોકો વધુ છેતરાઈ રહયા છે. ઓનલાઇન ચુકવણીના નામે , કે અન્ય કોઇ માધ્યયમથી આજનો શિક્ષિત યુવા વર્ગ ગુનેગારોના જાળમાં અટવાઈ જાય છે અને પોતાના પૈસા અથવા સમાન ગુમાવવાનો વારો આવે છે. હાલમાં જ અમદાવાદના શીલજ વિસ્તારમાં ગુનેગારો દ્વારા આવી જ એક ઘટનાને અંજામ આપવામાં આવી હતી.  

મળતી માહિતી મુજબ અમદાવાદના મીકા ધી સ્કૂલ ઓફ આઈડિયાઝ જે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ, ડિજિટલ કોમ્યુનિકેશન મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને બિઝનેસ એનાલિટિક્સ અને સેલ્સ એન્ડ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ચલાવે છે, હાલમાં આ સંસ્થાના પ્રેસિડેન્ટ સાથે છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે ૧૩ આરોપીઓની કરી ધરપકડ કરી છે.

પ્રેસિડેન્ટના બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયાનું કહી ડરાવી રૂપિયા પડાવ્યા આવ્યા હતા. CBIના નામ અને લોગોનો ઉપયોગ કરી કરીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.આરોપીઓએ પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ મળ્યા હોવાનું કહીને ડરાવીને કુલ ૧.૧૫ કરોડ રૂપિયા ઠગાઇ કરી હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં હવે ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે .

અમદાવાદમાં શીલજમાં આવેલી માઈકા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્ર રાજ મહેતાને 20 માર્ચે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે, તે કુરિયર કંપનીમાંથી વાત કરી રહ્યો છે અને તેમના નામથી એક પાર્સલ તાઈવાન ખાતે મોકલવામાં આવ્યું છે. જે પાર્સલને મુંબઈ કસ્ટમ દ્વારા રોકવામાં આવ્યું છે કારણ કે, તેમાં પાસપોર્ટ, મોબાઈલ ફોન, લેપટોપ, કપડા અને 200 ગ્રામ MD ડ્રગ્સ છે. જેથી, આ બાબતે ખરાઈ કરવા માંગે છે કે, કેમ? તેવું જણાવ્યું હતું. ત્યારબાદ હોટલાઈન પર સાયબર સેલના અધિકારી છે તેમ કહી કોલ ટ્રાન્સફર કર્યો હતો.

શૈલેન્દ્રભાઈએ સ્કાયપ પર વાત કરવાની કહેતા CBIના નામના લોગોવાળો લેટર મોકલી આપ્યો હતો. લેટર મોકલનારે પણ પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે આપી હતી અને કહ્યું કે, તમારા અને તમારા પરિવારના જીવ જોખમમાં છે. બાદમાં કહ્યું કે, તમે ઘરે જાવ અને રસ્તામાં કોલ ચાલુ રાખજો. શૈલેન્દ્રભાઈએ આખી રાત ફોન ચાર્જીગમાં લગાવી ચાલુ રાખ્યો હતો.

બીજા દિવસે બાલસિંગ રાજપૂત નામના વ્યકિતએ પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી વાત શરૂ કરી હતી. એક કલાકમાં CBIના નામ તથા લોગોવાળુ વોરંટ સ્કાયપ પરથી મોકલી આપ્યું હતું. વોરંટ મોકલો જ્યોર્જ મેથ્યુ નામના વ્યક્તિએ પોતાની ઓળખ આપી નકલી અધિકારી બનીને અન્ય એક વ્યકિતએ વાત શરૂ કરી હતી.સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. 

જેમાં આરોપીની ઓળખ કરી અલગ-અલગ ચાર ટીમો બનાવી રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટા ખાતે આ ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમે કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી મુખ્ય આરોપી મોઈન ઇગારીયાના છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓ પણ રિમાન્ડ હેઠળ છે. હાલમાં છેતરપિંડીથી લીધેલા પૈસાની રિકવરી કરવાની કામગીરી ચાલુ છે. તેમજ તેની સાથે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎