:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ: વટવા જીઆઈડીસી પોલીસસ્ટેશનમાં ગુનો દાખલ ..

top-news
  • 01 May, 2024

ગુનેગારો ગુનો કરવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે, આ અવનવા પેતરા થકી ચોરી કરીને તેવો પકડાય નહીં તે માટે સતત નવી યુક્તિ શોધી કાઢે છે, 
હાલમાં અમદાવાદમાં પકડાયેલ ગુનેગારો ચોરી કરવા માટે ગરીબ મહિલાઓનો ઉપયોગ કરતાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે,જે મુજબ વટવા જીઆઈડીસી પોલીસે એક વર્ષ અગાઉ નોંધાયેલા કેસના ફરાર બે મહિલા આરોપી મીનાક્ષીબેન માવજીભાઈ મકવાણા (ઉ.વ.39) તથા પુનમબેન સતિષભાઈ દવે (ઉવ.35)ની ધરપકડ કરી છે.

બે મહિલા અને બે પુરુષો એમ ચાર વ્યક્તિઓની ટોળકી પૂર્વ અમદાવાદમાં રિક્ષામાં ફરતી હતી અને ગત વર્ષે જશોદાનગર ચાર રસ્તા પાસેથી એક મહિલા તેના દીકરા સાથે રિક્ષામાં બેઠી ત્યારબાદ તેની નજર ચૂકવીને મહિલાના પર્સમાં રહેલી રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરી લીધી હતી. બાદમાં રિક્ષાચાલકે અમારે બીજે જવાનું છે તેમ કહીને મહિલાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધી હતી. 

આ દરમિયાન મહિલાનું ધ્યાન તેના પર્સ પર જતા ચેઈન ખુલ્લી હતી અને તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરાઈ ગઈ હતી. બાદમાં મહિલાએ આ અંગે વર્ષ ૨૦૨૩માં વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલાવર ઉર્ફે કાલીયા હસનભાઈ રાજેશ શેખ (ઉંવ.49 રહે. નવાપુરા પાછળ, વટવા) તથા અફસરખાન ઉર્ફે બાટલી ઝફરખાન અહેમદખાન પઠાણ (ઉવ.39 રહે. આશિયાના પાર્ક, કબ્રસ્તાનની બાજુમાં, નારોલ)ની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

મહિલાને સાથે રાખવા પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે પેસેન્જરને વિશ્વાસ આવી જાય અને મહિલા પર કોઈ શંકા પણ કરતું નથી તેથી આરોપીઓ પોતાની ગેંગમાં મહિલાનો સામેલ કરતા હોય છે.ઝડપાયેલી બંને મહિલા આરોપીઓને એક કામના રૂ.10 હજાર મળતા હતા. વર્ષ ૨૦૨૩માં આ કેસમાં સંડોવાયેલા બંને મુખ્ય આરોપીઓ ઝડપાઈ ગયા બાદ બંને મહિલાઓ ફરાર થઈ ગઈ હતી અને વટવા વિસ્તારમાં સામાન્ય જીવન પસાર કરતી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎