:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બિહારમાં એક હ્ર્દયદ્રાવક ઘટના: દીકરીની હત્યા કરી લાશ ફેંકી દેવાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

top-news
  • 08 May, 2024

બિહારમાં થોડા દિવસ અગાઉ એક હ્ર્દયદ્રાવક ઘટના બની હતી. જેમાં 27 એપ્રિલના રોજ ગંડક નદીના સત્રઘાટ પુલ નીચે એક અજાણી કોથળી પડેલી મળી આવી હતી, જેમાંમહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોથળી ખોલતા મૃતદેહના હાથ-પગ બાંધેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ સંબધિત મામલે જિલ્લાના કેસરિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો .

પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે થઈ છે અને પછી તેમણે ઓનર કિલિંગનો કેસ નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં વધુમાં કાર્યવાહી કરીને પોલીસે મૃતકના પિતા, ભાઈ અને સાળાની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
સબ-ડિવિઝન પોલીસ અધિકારી સત્યેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે મૃતકની ઓળખ 22 વર્ષીય કાજલ કુમારી તરીકે થઈ છે.આરોપીઓના નામ પ્રભુવન દાસ, ચંદ્રમોહન ઉર્ફે અજય નિવાસી સુબૈયા અને આશુતોષ કુમાર ઉર્ફે મુનિક નિવાસી સાહેબગંજ મુઝફ્ફરપુર છે.

પ્રભુવન પિતા છે અને ચંદ્રમોહન ભાઈ છે. આશુતોષ જીજા છે. ત્રણેય પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ તેઓએ છુપાવવા માટે કર્યો હતો.આરોપીઓને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી.આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે કાજલે આત્મહત્યા કરી હતી, જેના કારણે તેઓ ડરી ગયા હતા. જેથી તેઓએ તેની લાશને બોરીમાં ભરીને ઘરથી દૂર સત્રાઘાટ પુલ નીચે ફેંકી દીધી હતી.કાજલ કોઈ છોકરા સાથે ભાગી ગઈ હતી.  

ત્યારબાદ તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતી હતી અને ઘરમાં રોજેરોજ તકલીફ પડતી હતી. જેના કારણે તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસ અધિકારી સત્યેન્દ્રએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ કાજલના પ્રેમ સંબંધનો ખુલાસો કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે કાજલ તેના પ્રેમી સાથે 17 માર્ચે ભાગી ગઈ હતી. પ્રભુવને કેસરીયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેસરિયા પોલીસ સ્ટેશને 24 એપ્રિલે કાજલને તેના પ્રેમી સાથે પકડી હતી. કલમ 164 હેઠળ કોર્ટમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને તેને તેના પરિવારને સોંપવામાં આવી હતી .

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎