:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

पांच रूपैया बारा आना: જૂના મિત્ર સાથે જૂની યાદોની સ્મરણ કરતો વાર્તાલાપ..

top-news
  • 05 Feb, 2024

આજે સવારમાં વડીલ મીત્રનો ફોન થોડો મોડો આવ્યો. મેં પૂછ્યું "આજે કાંઈ કામમાં હતા કે શુ? કેમ આજે મોડા પડ્યા? "

તો એ કહે કે આજે તો રવિવાર છે ને, શું ઉતાવળ છે? 

મને ખ્યાલ આવ્યો એટલે મેં કહ્યુ,  
"હા!! ..નહીં, આજે તો રવિવાર છે. પણ આપણને અત્યારે શું ફેર પડે છે. સાલ્લું છેલ્લા બે મહીનાથી બધું સરખું જ લાગે છે. શું સોમવાર કે શું શુક્રવાર. શું શાક રોટલી કે શું દાલ રોટી.

કોઈ પૂછે આજે કયો વાર છે? તો મોબાઈલમાં ચેક કરવું પડે છે કે ક્યો વાર છે. હવે તો આપણી સ્થિતી પ્રભુના નિસ્પૃહી ભક્ત જેવી થઈ ગઈ છે. બધા દિવસ એક સરખા લાગે છે."

વડીલ મીત્ર કહે  "સાચી વાત છે. આ કોરોના એ તો દુનીયામાં બધું સરખું કરી નાખ્યું અને બધાને સરખા કરી નાંખ્યા. ભલેને એ ગરીબ દેશો હોય કે વિકસીત દેશવાળા હોય.  ઓલા અમેરીકા વાળા બહુ હવામાં ઉડતા હતા. એ ય રાડ પડી ગયા. હવે એ લોકો ય ભગવાનને યાદ કરવા લાગ્યા છે." પછી એ બોલ્યા, "પણ તું  એ બધી વાતો છોડ બીજી કાંઈ વાત કર."

મેં કહ્યું "હા સાચી વાત છે ચાલો બીજી કાંઈ વાતો કરીએ.પણ સાલું બીજું કાંઈ ઝટ સુઝતુ નથી. હા, તમે થોડા દિવસ પહેલાં પેલી "ચલતી કા નામ ગાડી" વાળી વાત કરેલી એમાં મઝા પડેલી. એની બીજી કાંઈ વાત હોય તો કરોને. મઝા પડશે."  વડીલ મીત્ર કહે,  " હા તેં સારું યાદ કરાવ્યું. આ જ ફીલ્મનું બીજુ એક કોમેડી ગીત છે એની એક ઈન્ટરેસ્ટીંગ વાત મેં વાંચેલી એની વાત એ દિવસે કરવાની રહી ગયેલી. ચાલ એની વાતો કરીએ."

હું ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. મેં ઉત્સાહમાં કહ્યું,  "હા બરાબર છે!"

એ આગળ બોલ્યા, "1958ની કીશોરકુમાર-મધુબાલાની "चलतीका नाम गाडी" પિક્ચરમાં એક રોમેન્ટીક કોમેડી ગીત હતું." વડીલ મીત્રએ થોડું ગીત ગણગણાવ્યું, :पहले दे दो मेरा पांच रुपैया बारह आना." પછી એ બોલ્યા "આ ગીત માં આ હુક લાઈન છે  "પાંચ રૂપૈયા બરા આના" એના માટે કહેવાય છે કે આ ગીતમાં આ લાઈન એ કીશોર કુમારનું યોગદાન છે. પહેલાના સમયમાં ફીલ્મના ગીત સંગીતની રચના કરતી વખતે ગીતકાર સંગીતકાર ની સાથે સાથે ફીલ્મના નિર્માતા-નિર્દેશક ફીલ્મના હીરો વગેરેનો જમાવડો થતો. આ ફીલ્મ તો કીશોરકુમારનું બ્રેઈન ચાઈલ્ડ હતું અને હીરો પણ ખુદ કીશોરકુમાર જ હતાં.  એટલે  કહેવાય છે કે આ ગીત માં જે હુક લાઈન છે "પાંચ રુપૈયા બરા આના" એ કીશોર કુમારનું જ યોગદાન છે."

મને વાતની જમાવટ થતી હોય એમ લાગ્યું.

"વાત જાણે એમ હતી કે કીશોરકુમાર અને એમનો પરિવાર મધ્યપ્રદેશમાં ઈન્દોર નજીક ખંડવામાં વસેલો. કીશોરકુમાર અને એમના ભાઈ અનુપ કુમાર એ ઈન્દોરની ક્રીશ્ચયન કોલેજમાં ત્યાંની 60 રૂમની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરેલો. કીશોરકુમાર 1946 થી 1948ની વચ્ચે અહીંયા અભ્યાસ કરતા. યુવાન કીશોરે અધવચ્ચે અભ્યાસ અધૂરો મૂકીને મુંબઈની વાટ પકડેલી. કીશોર એ વખતે ગીત સંગીતમાં ડુબેલો રહેતો. કોલેજના ક્લાસ બંક કરીને પાસેના આંબલીના ઝાડ નીચે યુવા કીશોર એના જગ વિખ્યાત 'યોડલીંગ' ની પ્રેક્ટીસ કરતો. કહેવાય છે કે એ સમયે કીશોરને માથે કેન્ટીનનું "પાંચ રૂપીયા બાર આના " બીલ ચઢી ગયેલું અને ગીતની હુક લાઈનનો વિચાર  કીશોરને એ ઘટનામાંથી જ આવેલો."

મેં કહ્યું અદ્દભુત વાત કહેવાય કોલેજ કાળમાં કેન્ટીન બીલની બાકી રકમ પરથી ગીત બનાવી નાખ્યું. કમાલ હતા કીશોરકુમાર પણ.

વડીલ કહે આખું ગીત તો મજરૂહ નું લખેલું છે એમણે પણ આ લાઈનનો સુંદર રીતે ઉપયોગ કરીને રોમેન્ટીક કોમેડી ગીત બનાવ્યું છે. ગીતમાં હીરોઈન હીરો સાથે પ્રેમ આલાપ કરી હીરોને પાતાની તરફ અકર્ષવાનો સતત પ્રયાસ કરતી જણાય છે.  હીરોપણ જવાબમાં કહે છે કે તારા  માટે હું મજનુ કે જોગી બનવા તૈયાર છું, જંગલ જંગલ ભટકવા તૈયાર છું, દાદરા તાલમાં ગીત ગાવા તૈયાર છું વગેરે વગેરે પણ પહેલા મારા "પાંચ રુપૈયા બારા આના" આપી દે."

મેં કહ્યું "ખૂબ મઝા આવે એવું ગીત છે." મેં વાત પૂરી કરીને ફોન જેવો ફોન મુક્યો એવો તરત જ હું મારી મ્યુઝીક સિસ્ટમ પર पांच रुपैया बारा आना ગીત વગાડવા લાગ્યો. તમે પણ સંભળજો મઝા પડશે.

 -નિલેશ

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎