:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

"ડિસ્કો ડાન્સર"ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે

top-news
  • 10 Feb, 2024

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીએ પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. આજે પણ મિથુન ચક્રવર્તીના લાખો ચાહકો છે. પરંતુ આ દરમિયાન અભિનેતા સાથે જોડાયેલા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો અને ગભરામણ અનુભવાઈ હતી. જેના કારણે તેમને તાત્કાલિક કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર આજે સવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. જે બાદ અભિનેતાને બેચેની અનુભવાય હતી. તેમની તબિયત બગડતી જોઈને તેમને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલુ છે.

હાલમાં આવેલ માહિતી અનુસાર મિથુન ચક્રવર્તીનો એમઆરઆઈ થઈ ચૂક્યો છે. સારવાર માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. ડોક્ટરોએ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. અત્યાર સુધી હોસ્પિટલે આ બીમારી વિશે કંઈ પણ જણાવ્યું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ મિથુન ચક્રવર્તી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શૂટિંગ દરમિયાન તેને લાગ્યું કે તેની તબિયત બગડી રહી છે. તે ત્યાં જ નીચે બેસી ગયા હતા. જે બાદ ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો મિથુન ચક્રવર્તી સાથે એક્ટર સોહમ ચક્રવર્તી પણ હાજર હતા જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે સોહમના કહેવા પર જ ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં થઈ રહ્યું હતું.

તેની આગામી ફિલ્મમાં મિથુન ચક્રવર્તી ઉપરાંત સોહમ ચક્રવર્તી અને દેબાશ્રી રોય પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મોની સાથે-સાથે આ દિગ્ગજ અભિનેતા છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં પણ એક્ટિવ છે. મિથુન ચક્રવર્તી ભાજપ સાથે જોડાયેલા છે.  તાજેતરમાં જ દિગ્ગજ અભિનેતાને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎