દંગલ'ની 'છોટી બબીતા' સુહાનીનું અવસાન; નાની વયે દુનિયાથી લીધી વિદાય..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan17022024_112722_1708160310_1d1685df5ec4f51d4e4f.jpeg)
- 17 Feb, 2024
ફિલ્મ જગતમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. આમિર ખાનની હિટ ફિલ્મ 'દંગલ'માં નાની બબીતા ફોગટનો રોલ કરનાર ચાઈલ્ડ એક્ટ્રેસ સુહાની ભટનાગરનું નિધન થયું છે. આ સમાચારે બધાને હચમચાવી દીધા છે. સુહાનીએ માત્ર 19 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર સુહાનીનું 17 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું હતું.
માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. સુહાનીના નિધનના સમાચારથી તેના ચાહકો દુખી છે. લોકો 'દંગલ' ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચારે ચાહકોને હચમચાવી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે સુહાની છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. આ કારણે તેમની એઈમ્સમાં પણ સારવાર ચાલી રહી હતી. પરંતુ તમામ પ્રયાસો છતાં ડૉક્ટરો તેને બચાવી શક્યા નહીં અને તેનું અવસાન થયું.
અહેવાલો અનુસાર, સુહાની ભટનગરના થોડા સમય પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે સુહાનીએ ગઈકાલે સાંજે દુનિયાને અલવિદા કહી દીધું. આજે ફરીદાબાદમાં સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ