:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ગુજરાતથી લઈ બોલિવુડ-સાઉથમાં નામ રોશન કરનાર : આનંદ પંડિતે 2000માં મીડિયા-ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો

top-news
  • 12 Apr, 2024

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ હાલ માં લગ્નનો માહોલ છે. અનેક બૉલીવુડ સ્ટાર્સઆ વર્ષે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા , કેટલાકે ધમાકેદાર લગ્નોનું આયોજન કર્યું તો કેટલાકે સાદગીભેર પ્રસંગની ઉજવણી કરી હતી, એવજ એક લગ્ન પ્રસંગનું આયોજન હાલમાં ફિલ્મ નિર્માતા અને રિયલ એસ્ટેટ ડેવલપર આનંદ પંડિતના ઘેર ઉજવવામાં આવ્યો હતો. તેમની દીકરી ઐશ્વર્યાના લગ્નના રિસેપ્શનની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આનંદ પંડિતનો જન્મ 1963 રોજ અમદાવાદમાં થયો છે. એક ભારતીય ફિલ્મ નિર્માતા અને રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેઓ આનંદ પંડિત જી મોશન પિક્ચર્સની માલિકી ધરાવે છે એક એક ફિલ્મ સ્ટુડિયો છે જે ટોટલ ધમાલ (2019), મિસિંગ (2018), સરકાર 3 (2018), અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી (2016) જેવી બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે. આનંદ પંડિતના ભાઈનું નામ કાર્તિકેય કમલનયન પંડિત છે અને બહેનનું નામ કેતકી પંડિત છે. તેમની પત્નીનું નામ રુપા પંડિત છે બંન્નેને 3 બાળકો છે, એક પુત્ર અને 2 પુત્રી. આજે આપણે આનંદ પંડિતના પરિવાર વિશે વાત કરીશું.

આનંદ પંડિતની દીકરી ઐશ્વર્યા અને સાહિલની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં અંકિતા લોખંડે, ભૂમિ પેડનેકર, મૌની રોય, અમીષા પટેલ જેવી ઘણી અભિનેત્રીઓએ હાજરી આપી હતી.આનંદ પંડિત ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર, પ્રોડ્યુસર અને રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમણે 2015માં પોતાની પ્રોડક્શન કંપની આનંદ પંજિત મોશન પિક્ચર્સની શરુઆત કરી હતી.

 ત્યારથી લઈ અત્યારસુધી તે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સરકાર 3, ટોટલ ધમાલ, પીએમ નરેન્દ્ર મોદી, ધ બિગ બુલ અને ચેહરે જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. આ સિવાય તે પ્યાર કા પંચનામા 2, સત્યમેવ જયતે, ડોક્ટર જી સહિત અનેક ફિલ્મોમાં ડિસ્ટ્રિબ્યુટ તરીકે પણ જોડાઈ ચૂક્યા છે. સાઉથ ઈન્ડિયામાં પણ પ્રોડય્સુર તરીકે કામ કરી ચૂક્યા છે.આનંદ પંડિતની પુત્રી  ઐશ્વર્યા તાજેતરમાં લગ્ન થયા છે અને ગુરુવારે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં અનેક બોલિવુડ સ્ટાર જોવા મળ્યા હતા. પંડિતે 2000માં મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને બોલિવૂડની અનેક ફિલ્મોનું નિર્માણ, ડિસ્ટ્ર્રબ્યુટ તરીકે કામ કર્યું હતું.આનંદ પંડિતે એક ગુજરાતી ફિલ્મ ફકત મહિલા માટે (2022) પણ બનાવી છે. જેણે બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે થેંક ગોડ (2022), ધ બિગ બુલ (2021) અને ચેહરે (2021) સહિત અન્ય ઘણી ફિલ્મો પણ બનાવી છે. આનંદ પંડિતની ત્રણ ફિલ્મો ઑગસ્ટ 2023માં રિલીઝ થઈ છે, ગુજરાતી ફિલ્મ 3 એક્કા, 18 ઑગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી,હિન્દી ફિલ્મ લવ-ઑલ 25 ઑગસ્ટ 2023ના રોજ અને મરાઠી ફિલ્મ બાપ માનુસ પણ 25 ઑગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી.

આનંદ પંડિત બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મનું સહ-નિર્માણ કરી ચુક્યા છે સાથે આનંદ પંડિત સ્વતંત્રતા વીર સાવરકરનું પણ નિર્માણ કર્યું છે, જે વીર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ છે, જેમાં રણદીપ હુડા અભિનીતા છે, જે 26 મે 2023ના રોજ રિલીઝ થઈ હતી.આનંદ પંડિત મોશન પિક્ચર્સની સ્થાપના 2015માં કરવામાં આવી હતી. તે મુખ્યત્વે ફિલ્મોનું નિર્માણ અને ડિસ્ટબ્યુટ કરે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎