:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કલ્કી 2898 એડીનું ટીઝર જાહેર : સાય-ફાઇ ડિસ્ટોપિયન ફિલ્મમાં અમિતાભનો ફર્સ્ટ લુક રીલીઝ...

top-news
  • 22 Apr, 2024

ફિલ્મ નિર્માતાઓ હમેશા કઈક નવું કરવાની કોશિશ માં લાગેલા  હોય છે. બીજાથી તેઓ અલગ કેમ અને કેવી રીતે છે તે બતાવવાની હરીફાઈમાં દર્શકોને કેટલીક વખત લાભ થાય છે, જ્યારે કોઇ વખત નિરાશ પણ થવું પડે છે. બૉલીવુડમાં હાલમાં એક એપિક સાય-ફાઇ ડિસ્ટોપિયન ફિલ્મને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે.  નિર્માતાઓ પણ આ ફિલ્મને લઈને ઉત્સાહ જૉવા મળી રહ્યો છે. તેનું કારણ આ ફિલ્મમાં બધાથી કઈક વિશેષ છે, તેની વાર્તા ,ટેકનોલોજી ,નિર્માણ બધુંજ અલગ છે. 

ઉપરાંત કલ્કી 2898 એડી ફિલ્મ માટે ફેન્સ પણ ખુબજ ઉત્સાહમાં છે, આ ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન , કમલ હસન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક એપિક સાય-ફાઇ ડિસ્ટોપિયન ફિલ્મ છે. હમણાં તાજેતરમાં જ ફિલ્મ મેકર્સએ અમિતાભ બચ્ચનના પાત્રનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે, જાણવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષની મચ વેઈટેડ ફિલ્મોમાંથી એક છે.

ફિલ્મનું ટીઝર 69 સેકન્ડ છે જેમાં બચ્ચને માટીના અને કપડાંથી ફેસ કવર કરીને, એક ગુફામાં શિવલિંગની પ્રાર્થના કરતા બેઠેલા દેખાય છે, શાંત બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે, એક બાળકનો અવાજ સંભળાય છે, તે પૂછે છે કે, “શું તમે અમર છો? શું તમે દૈવી છો? તમે કોણ છો?” ત્યારબાદ બચ્ચન ભારે અવાજે જણાવે છે, “પ્રાચીન સમયથી, હું અવતારની રાહ જોતો હતો. હું ગુરુ દ્રોણનો પુત્ર છું. અશ્વત્થામા.”

ટ્વિટર પર બચ્ચને લખ્યું, “મારા માટે આ એક અલગ અનુભવ રહ્યો છે. પ્રોડક્ટિવ વિચારોનું અમલીકરણ, આધુનિક ટેક્નોલોજીથી વાકેફ અને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક સુપર સ્ટારની હાજરીને લીધે એક ખાસ અલગ અદ્ભુત  અનુભવ રહ્યો છે.”

IPL 2024 મેચની શરૂઆત પહેલા સ્ટાર સ્પોર્ટ્સ પર આ ફિલમનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું હતું .આ પહેલા નિર્માતાઓએ ફર્સ્ટ લુક રિલીઝ ઇવેન્ટ વિશે જાહેરાત પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. પોસ્ટરમાં, બિગ બીને સંપૂર્ણ રીતે કપડામાં ઢાંકેલા અને માસ્ક પહેરીને મંદિરમાં બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા.આ અગાઉ થોડા મહિના પહેલા અશ્વિને એપિક સાયન્સ-ફિક્શન ફિલ્મ વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા, વચન આપ્યું હતું કે કલ્કિ 2898 એડી એક ઍક્સટ્રાઓર્ડિનરી વિઝ્યુઅલ ફિલ્મ હશે.

તાજેતરમાં ગુડગાંવમાં સિનેપ્સ 2024 ઈવેન્ટને સંબોધિત કરતી વખતે, નિર્માતાએ કહ્યું, “મેં ઇચ્છયું કે ત્રણ-ચાર વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ પ્રી-પ્રોડક્શનમાં હતી ત્યારે આ વધુ એડવાન્સ્ડ ટેક્નોલોજી હોત તો ફિલ્મમાં ઘણી મદદ મળી હોત. ફિલ્મમાં અમે નવી દુનિયા બનાવી છે જેમ કે… હું હમણાં જ સ્ક્રીન પર આ ચિત્રને જોઈ રહ્યો છું, અમે ઘણા બધા વિવિધ ખ્યાલ અને કલાકારો સાથે કામ કરીએ છીએ અને સંકેતો આપીએ છીએ અને અહીં ફરીથી, એક ખૂબ જ પર્સનલ, અલગ સંદર્ભો આપવા અને આ વિશ્વનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે.”આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 9 મે, 2024 ના રોજ રિલીઝ થશે, 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎