સિકંદરમાં રશ્મિકાં - સલમાન એક સાથે : રશ્મિકા અને સલમાન જૂનથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09052024_102614_Rashmika-Mandanna-confirmed-for-Sikandar.webp)
- 09 May, 2024
સુંદરતા અને અદભૂત અભિનયને કારણે નેશનલ ક્રશનું બિરૂદ પામેલી અને ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી હવે રશ્મિકા મંદન્ના તેણી અદાથી ફરીથી દર્શકોને આકર્ષવા જઈ રહી છે. રણબીર કપૂર બાદ હવે 58 વર્ષના બોલિવૂડ હીરો સાથે કામ કરશે રશ્મિકા મંદાના. રશ્મિકા હવે સલમાન ખાનની ‘સિકંદર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભાઇજાન સાથએ ઇશ્ક ફરમાવશે. ફિલ્મનાં ચાહકોને 2025ની ઈદમાં સલમાન અને રશ્મિકાની અનોખી જોડી જોવા મળશે. આ ફિલ્મને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સિકંદર સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે અને તેનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. જેમાં પ્રોડક્શન હાઉસે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મમાં રશ્મિકાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. સલમાન ખાનની ફિલ્મ સિકંદરની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લોકો તેની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ અંગે પણ સત્તાવાર જાહેરાત કરી છે. કિક’, ‘જુડવા’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા સાજિદ નડિયાદવાલા હવે તેમના ખાસ મિત્ર સલમાન ખાન અને હોટ બેબ રશ્મિકા મંદન્નાને લઇને ‘સિકંદર’ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મની બાકીની કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેઓ ‘ગજની’ અને ‘હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી’ જેવી મહાન ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે.
સાજિદ નડિયાદવાલાએ રશ્મિકા મંદાનાને આ ફિલ્મની સ્ટોરી સંભળાવી ત્યારે એકટ્રેસ આ રોલને લઇને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ. તેણે તરત જ ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. સૂત્રોનું માનીએ તો સિકંદર માત્ર એક એક્શન ફિલ્મ નથી. આ એક ખૂબ જ મજબૂત સ્ટોરી છે જે ડ્રામા અને લાગણીઓથી ભરેલી છે. આ એવી બાબતો છે જેના માટે સલમાન અને રશ્મિકા બંને ફિલ્મ કરવા માટે ઉત્સાહિત છે.
સિકંદર માટે સલમાન અને સાજિદ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. આ પહેલા બંનેએ કિકમાં સાથે કામ કર્યું હતું. હવે પ્રી-પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા અને સલમાન જૂનથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. રશ્મિકા મંદન્નાની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં જોવા મળી હતી. હવે તે આગામી ‘કુબેર’, ‘રેનબો’, ‘ધ ગર્લફ્રેન્ડ’ ઉપરાંત સુકુમારની ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મમાં જોવા મળશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા હાલમાં એનિમલની સફળતાનો આનંદ માણી રહી છે. જ્યારે સિકંદર ફિલ્મમાંથી રશ્મિકાના લુક પણ સામે આવ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ